20 વર્ષમાં એક પણ સ્ટેપ નથી ભૂલી માધુરી, જોઇ લો આ VIDEO

News18 Gujarati
Updated: July 13, 2018, 11:21 AM IST
20 વર્ષમાં એક પણ સ્ટેપ નથી ભૂલી માધુરી, જોઇ લો આ VIDEO
હાલમાં માધુરી દિક્ષીત 'ટોટલ ધમાલ' અને 'કલંક' બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

હાલમાં માધુરી દિક્ષીત 'ટોટલ ધમાલ' અને 'કલંક' બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

  • Share this:
મુંબઇ: માધુરી દીક્ષિત બોલિવૂડની ડાંન્સિંગ ક્વિન છે આ વીડિયો તે વાતનો પુરાવો છે. હાલમાં જ ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને'માં તેનું આ ટેલેન્ટ જોવા મળ્યુ હતું. કમાલની વાત એ છે કે આજે તેની ફિલ્મ 'રાજા'નાં 20 વર્ષ બાદ પણ તેની ફિલ્મનાં એક સોન્ગનાં લિરિક્સ પર જ્યારે એક્સપ્રેશન આપવાની વાત આવી ત્યારે તેણે તુંરત જ તે આપી દીધા હતાં. તેને આજની તારીખમાં તે એક્સપ્રેશન યાદ છે.

શો દરમિયાન માધુરીની વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'રાજા'નાં સોન્ગ 'અખિંયા મિલાઉં.. કભી અખિંયા ચુરાઉં' પર પરફોર્મન્સ આપ્યુ હતું. બેઠા બેઠા ફક્ત ચહેરાનાં એક્સપ્રેશનથી આપેલાં આ પરફોર્મન્સનો વીડિયો અને વર્ષ 1995માં આવેલી 'રાજા'નાં વીડિયોની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવી તો તે ડિટ્ટો હતાં.

માધુરીનો આ વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક્સપ્રેશન ક્વિન માધુરી છેલ્લે વર્ષે 2014માં 'ગુલાબ ગેંગ' ફિલ્મમાં નજર આવી હતી. અને હવે વર્ષ 2018માં તે એક મારઠી ફિલ્મ 'બકેટ લિસ્ટ'માં નજર આવી. હાલમાં ચર્ચા છે કે તે 'ટોટલ ધમાલ' અને 'કલંક' બે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.😍🙄 @madhuridixitnene . . . #instabolly #bollywood


A post shared by Bollywood Entertainment🌼 (@lnstabolly) on
First published: July 13, 2018, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading