કાસ્ટિંગ કાઉચ પર એક્ટ્રેસનો મોટા ખુલાસો- સેલરી વધારવા પ્રોડ્યૂસરે રાખી આ માંગ

માનવી ગાગરુ

"મને નવાઇ તે વાતની લાગી કે મીટૂના સમયે પણ લોકો આ બધી વસ્તુ કરવાની હિંમત ધરાવે છે."

 • Share this:
  આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ના શુભ મંગલ જ્યાદા સાવધાનમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી માનવી ગાગરુ (Maanvi Gagroo) જલ્દી જ Amazon Prime પર વેબ સીરીજ ફોર મોર શોટ્સ પ્લીઝ (Four More Shots Please!)ના બીજા સીઝનમાં દેખાશે. આ પહેલાનું સીઝન પણ હિટ સાબિત થયું હતું. અને માટે જ આ બીજી સીઝન બનાવવામાં આવી છે. આ વેબ સીરીઝ દ્વારા તેમને લોકોનું મન જીતી લીધુ હતું. આ વચ્ચે માનવીએ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઇને મોટા ખુલાસો કર્યો છે.

  એક્ટ્રેસ માનવી ગાગરુએ પોતાનો કાસ્ટિંગ કાઉચ અનુભવ શેર કરતા કહ્યું કે લગભગ 1 વર્ષ પહેલા એક વેબ સીરીઝના નિર્માતાએ તેમને કોમ્પ્રોમાઇઝના બદલે ત્રણ ગણી ફિસ આપવાની વાત કરી હતી. માનવીના મુજબ તેને શોમાં કામ કરવા માટે પૈસા ઓછા મળી રહ્યા હતા. જે પર તેમણે નિર્માતા સાથે વાત કરવા માંગી તો તેમની પાસે એક કોલ આવ્યા અને તે માણસે કહ્યું કે જો તમે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છો તો તમારી ફી ત્રણ ધણી કરી દઇએ.

  આ પર માનવી ગુસ્સે ભરાઇને તે માણસ પર બરાડા પાડવા લાગી. માનવી કહ્યું આ શબ્દ સમાધાન મેં સાત, આઠ વર્ષ પછી સાંભળ્યો. અચાનક મને શું થયું મેં તેને બરાબરનું સંભળાવ્યું. તારી હિંમત કેવી રીતે થઇ હું પોલીસ ફરિયાદ કરીશ.


  વધુમાં તેણે કહ્યું કે મને નવાઇ તે વાતની લાગી કે મીટૂના સમયે પણ લોકો આ બધી વસ્તુ કરવાની ગટ્સ ધરાવે છે. હાલ માનવી ગાગરુ ફોર મોર શોર્ટસ પ્લીઝ વેબ સીરીઝ કરી રહી છે. જેમાં સયાની ગુપ્તા, કિર્તિ કુલ્હારી, બાની જે જેવી અભિનેત્રીઓ પણ તેમની સાથે છે. અને આ સિવાય પ્રતિક બબ્બર અને મિલિંદ સોમન પણ આ વેબ સીરિઝમાં નજરે પડશે. ફોર મોર શોર્ટ્સની બીજી સીઝન 17 એપ્રિલે રીલિઝ થશે.
  Published by:Chaitali Shukla
  First published: