Love Aaj Kal Trailer : કાર્તિક-સારાએ ફિલ્મ માટે આપ્યા બોલ્ડ સીન

News18 Gujarati
Updated: January 17, 2020, 3:58 PM IST
Love Aaj Kal Trailer : કાર્તિક-સારાએ ફિલ્મ માટે આપ્યા બોલ્ડ સીન
લવ આજ કલ 2

સારા અને કાર્તિકની કેમેસ્ટ્રી ઓન સ્ક્રીન સુંદર લાગી રહી છે.

  • Share this:
2020ની મચઅવેટેડ ફિલ્મમાંથી એક છે લવ આજકલ. જેમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યનની લવ હેટ કેમેસ્ટ્રી તમને નજરે પડશે. સારા અલી ખાન (Sara Ali Khan) અને કાર્તિક આર્યન (Kartik Aryan)ની ફિલ્મ લવ આજકલ 2 (Love Aaj kal 2 Trailer) ટ્રેલર આજે લૉન્ચ થઇ ગયું છે. ઇમ્તિયાઝ અલી (Imtiaz Ali)ની બાકીની ફિલ્મોની જેમ આમાં પણ કંઇક મિસ્ટ્રી અને કંઇક મેઝિકલ હશે તેવું લાગી રહ્યું છે. વળી સારા અને કાર્તિકની કેમેસ્ટ્રી પણ ઓન સ્ક્રીન સુંદર લાગી રહી છે. જો કે આ ફિલ્મ માટે સારા અને કાર્તિકે કેટલાક બોલ્ડ સીન પણ આપ્યા છે. અને તેમાં સારા અને કાર્તિકનો ઇન્ટીમેટ રોમાન્સ નજરે પડે છે. ફિલ્મના ટ્રેલરમાં જ બે કિસિંગ સીન અને ઇન્ટીમેટ સીન છે.

આ કિસિંગ સીન પહેલા જ લીક થઇ ગયા હતા અને ચર્ચામાં હતા. લવ આજ કલ2માં કાર્તિક વીરનો રોલ ભજવી રહ્યા છે. અને તેમના ડબલ રોલ છે એક 1990 નો અને એક 2020નો. તો સારા 'જો'નું પાત્ર ભજવી રહી છે. લવ આજ કલની પહેલી ફિલ્મની જેમ આ ફિલ્મ પણ સીક્વલમાં છે. જેમાં બે સ્ટોરી છે અને પેરેલલ ચાલે છે. જેને ઇમ્તિયાજ અલીના અંદાજમાં કહેવામાં આવી છે.


જો કે બંને સ્ટોરીમાં ઇટેન્સ અને કોમ્પિકેટેડ લાગી રહી છે. આ પહેલા લોકોએ લવ આજ કલ 2ના ફસ્ટ લુકને પણ ખૂબ પસંદ કર્યું હતું. ઇમ્તિયાઝની આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના દિવસે રીલિઝ થશે. 11 વર્ષ પછી લવ આજ કલની આ બીજી સિક્વલ રજૂ થઇ રહી છે. આ ફિલ્મની શૂટિંગ હિમાચલ પ્રદેશ, મુંબઇ અને રાજસ્થાનમાં થઇ છે.
First published: January 17, 2020
વધુ વાંચો
अगली ख़बर