'શ્રી રામે' પરિવાર સાથે બેસીને ટીવી પર જોઇ રામાયણ, Viral થઇ આ તસવીર

રામાયણ

 • Share this:
  નિર્દેશક રામાનંદ સાગરની સીરિયલ 'રામાયણ' (Ramayan) ટીવી પર એક સમયે અનોખો ઇતિહાસ રચ્યો હતો. આ સીરિયલને ચાલતી લોકો શહેરો, ગામમાં લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થતી અને આજે જ્યારે ભારતમાં કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિ છે તો આ સીરિયલ ફરીની દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહી છે. અને 1988 લોકોમાં જેવા ઉત્સાહ આ સિરીયલને લઇને હતો તેવો ફરી એક વાર અત્યારે જોવા મળી રહ્યો છે.

  લોકો પોતાની ચાર ચાર પેઢી સાથે બેસી લોકડાઉનના આ સમયે આ સીરીયલની મજા માણે છે. દૂરદર્શનને લોકલાગણી અને માંગણીને જોતો 80ના સમયનો દૂરદર્શનનો પ્રસિદ્ધ ટીવી શો રામાયણ અને મહાભારત ફરીથી પ્રસારીત કરવાનો શરૂ કર્યો છે. આ રામાયણમાં શ્રી રામનું પાત્ર અરુણ ગોવિલ (Arun Govil) ભજવ્યું હતું અને અત્યારે તેમની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.


  રામાયણે આ વર્ષે જ તેના પ્રસારણના 33 વર્ષ પૂર્ણ કર્યા હતા. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ તસવીરમાં શ્રી રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પોતાના સમગ્ર પરિવાર સાથે બેસીને દૂરદર્શન પર આવતી પોતાની સીરિયલ રામાયણને જોઇ રહ્યા છે. આ તસવીરમાં તેમની પત્ની અને તેના પુત્ર અને પુત્રવધુ સાથે તેમના પુત્રનો દીકરો પણ નજરે પડે છે.
  રામાયણનું પ્રસારણ આ શનિવારથી ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. સવાર સાંજ પ્રસારિત થતા આ કાર્યક્રમને હાલ મોટી સંખ્યામાં લોકો જોઇ રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં તેના ફોટો પણ મૂકી રહ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: