મુંબઇ: સોનમ કપૂર અને આનંદ આહુજાનાં લગ્ન અને અફેરનાં સમાચાર લાંબા સમયથી ચર્ચામાં હતાં. આખરે બે વર્ષનાં ડેટિંગ બાદ સોનમે આનંદ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આજે તેમનાં લગ્ન ગુરૂદ્વારામાં થશે. હાલામાં આખો કપૂર પરિવાર સોનમની આંટીનાં બંગ્લે પહોંચી ગયો છે. લગ્ન સવારે 11થી 12.30 વચ્ચે થવાનાં હોવાની વાતો છે.
પિંકવિલા વેબસાઇટની માનીયે તો, જ્યારે સોનમ વેન્યુ પર પહોંચી તો તેની કાર ચારેય તરફથી કાળા પડદાંથી ઢાંકી દેવામાં આવી હતી. લગ્ન બાદ સોનમ અને આનંદ પોતે મીડિયા સાથે વાત કરશે.
સોમવારે રાત્રે મુંબઇનાં સનટેક, સિગ્નેચર આયલેન્ડ હોટલમાં સોનમની સંગીત સેરેમની હતી જેમાં બોલિવૂડનાં ઘણાં સિતારા પહોચ્યા હતાં. સંગીત સેરેમનીનો ડ્રેસ કોડ પણ નક્કી હતો. તમામ ગેસ્ટ વાઇટ કલરનાં આઉટફિટમાં નજર આવ્યા હતાં.