Home /News /entertainment /

કંગનાને નેશનલ એવોર્ડ, અનન્યાને NCBનું તેડું અને શાહરૂખના સમર્થન સહીત ફિલ્મ જગતની તમામ હલચલ

કંગનાને નેશનલ એવોર્ડ, અનન્યાને NCBનું તેડું અને શાહરૂખના સમર્થન સહીત ફિલ્મ જગતની તમામ હલચલ

કંગના રાનાવત અને શાહરૂખ ખાન (પ્રતિકાત્મક તસવીર)

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તાજેતરમાં નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને તેની ફિલ્મો 'મણિકર્ણિકા ધી ક્વિન ઓફ ઝાંસી' અને 'પંગા' માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા

  નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે તાજેતરમાં નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને તેની ફિલ્મો 'મણિકર્ણિકા ધી ક્વિન ઓફ ઝાંસી' અને 'પંગા' માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પુરસ્કાર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે અર્પણ કરાયા હતા.

  અનન્યા પાંડેએ NCB સામે હાજર થતા પહેલાં સમય માંગ્યો

  ફિલ્મ અને ટીવી જગતમાં ડ્રગ્સના ઉપયોગની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. NCBએ ઘણા હાઈ પ્રોફાઈલ કેસ પર સકંજો કસ્યો છે. NCB અત્યાર સુધીમાં ઘણા કલાકારોની પૂછપરછ કરી ચૂકી છે અને શાહરૂખ ખાનના પુત્ર આર્યનની અટકાયત બાદ મામલો વધુ ગંભીર બની ગયો છે. આ સાથે જ અનન્યા પાંડેને પણ NCBએ વધુ એક વખત પૂછપરછ માટે બોલાવી છે. આ અગાઉ તેની બે વખત પૂછપરછ થઈ ચૂકી છે. અલબત્ત, અનન્યાએ NCB સામે હાજર થવા માટે થોડો સમય માંગ્યો હોવાનું જાણવા મળે છે.

  આશ્રમ-3ના શૂટિંગ દરમિયાન હંગામો

  ભોપાલમાં આશ્રમ-3 વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ સેટ પર તોડફોડ કરી હતી અને ડિરેક્ટર પ્રકાશ ઝા પર શાહી પણ ફેંકી હતી. આ વેબ સિરીઝમાં હિન્દૂ ધર્મને બદનામ કરવામાં આવતો હોવાનો આક્ષેપ બજરંગ દળના કાર્યકરોએ કર્યો હતો. વિગતો મુજબ રવિવારે સાંજે બજરંગ દળના કાર્યકરોનું ટોળું અચાનક સેટ પર ઘસી ગયું હતું અને હુમલો કર્યો હતો. સેટમાં જબરદસ્તી પ્રવેશેલા કાર્યકરોએ પ્રકાશ ઝા મુર્દાબાદ, બોબી દેઓલ મુર્દાબાદ અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ ઘટના સમયે બાબા નિરાલાની ભૂમિકા ભજવનાર અભિનેતા બોબી દેઓલ પણ હાજર હોવાનું જાણવા મળે છે.

  શાહરુખના સપોર્ટમાં સંજય ગુપ્તાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કહી દીધું આવું

  બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની 3 ઓક્ટોબરે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ધરપકડ કરી હતી. ત્યારથી તે સતત જેલમાં છે. અત્યારના સમયે ઘણા કલાકારોએ શાહરૂખ ખાનને સપોર્ટ કર્યો છે. તો કેટલાક મૌન રહ્યા છે. ફિલ્મ જગતના મૌન બાબતે ડાયરેક્ટર સંજય ગુપ્તા ખૂબ ગુસ્સે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર પોતાની હૈયાવરાળ ઠાલવી છે. તેમણે કહ્યું છે કે, શાહરૂખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજારો લોકોને નોકરી અને રોજગારી આપી છે. તે હંમેશાં ઉદ્યોગના દરેક મુદ્દા પર ઉભો રહ્યો છે. આજે તેના નબળા સમયમાં ઉદ્યોગ મૌન છે. તે શરમજનક છે. ડાયરેક્ટરે લખ્યું, આજે તેનો એક દીકરો છે, આવતીકાલે મારો હશે કે તમારો હશે, તો શું ત્યારે પણ આ જ કાયરતાથી ચૂપ રહેશો?

  FRIENDSના કલાકારના નિધનથી બોલિવૂડ અને હોલિવૂડમાં શોક

  ખ્યાતનામ સિરીઝ FRIENDSના કલાકાર જેમ્સ મિશેલ (ગૂંથર)ના નિધનનો શોક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોમાં વ્યાપ્યો છે. જેનિફર અનિસ્ટનથી લઈ અનુષ્કા શર્માએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
  First published:

  Tags: Ananya Pandey, Bollywood News in Gujarati, Kangna Ranaut, Shahrukh Khan

  આગામી સમાચાર