આ એક્ટરે કહ્યું 'મારા જીવને જોખમ છે', ટ્વિટ કરીને લીધું સલમાન, અક્ષય અને કરણનું નામ

પ્રતિકાત્મક તસવીર

"હું લોકોને કહેવા માંગુ છું કે કાલે ઉઠી કંઇ પણ થયું તો તે માટે કરણ જોહર, સલમાન ખાન, અક્ષય કુમાર, આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા જવાબદાર રહેશે."

 • Share this:
  ફિલ્મ દેશદ્રોહીથી બોલિવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત કરનાર કમાલ આર ખાન ઉર્ફ KRK આજે એક વધુ વિવાદિત ટ્વિટ કર્યું છે. અને આ વિવાદિત ટ્વિટ સાથે જ તે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર કેઆરકેના અનેક ફોલોવર્સ છે. અને તે સોશિયલ મીડિયા પર હંમેશો ખુબ જ એક્ટિવ રહે છે.

  તેમની સોશિયલ મીડિયા સાઇટ પર તેના 52 લાખ વધુ ફોલોવર્સ છે. આ વચ્ચે કેઆરકેએ એક ટ્વિટ કરીને નવો હંગામો કર્યો છે. કેઆરકેના લેટેસ્ટ ટ્વિટ હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. અને તેમણે આ ટ્વિટ સાથે પોતાના જીવ પર જોખમ હોવાની વાત ઉચ્ચારી છે.  કેઆરકેએ પોતાના ટ્વટિર એકાઉન્ટથી એક ટ્વિટ કરીને કહ્યું છે કે તે ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર, સુપર સ્ટાર સલમાન ખાન, અક્ષય કુમાર, આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા તેમની સાથે કંઇ પણ થયું તો તે માટે જવાબદાર માનવા. તેણે કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું કે કાલે ઉઠી કંઇ પણ થયું તો તે માટે કરણ જોહર, સલમાન ખાન, અક્ષય કુમાર, આદિત્ય ચોપડા અને સાજિદ નાડિયાદવાળા જવાબદાર રહેશે. આ લોકોએ મારો ખાતમો કરવાનો પ્લાન બનાવી લીધો છે.

  એટલું જ નહીં કેઆરકેએ આ ટ્વિટમાં પીએમ મોદી, અમિત શાહ અને કેટલાક ન્યૂઝ ચેનલને પણ ટેગ કર્યા છે. આ સિવાય કેઆરકેએ આ ટ્વિટર પર નેટિજન્સની મિક્સ અસર જોવા મળી રહી છે.

  વધુ વાંચો :

  ઉલ્લેખનીય છે કે આ પહેલા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા વખતે પણ અનેક બોલિવૂડ સેલેબ્રિટી પર દોષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સલમાન ખાન અને કરણ જોહર પર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા. કંગના પણ આ મામલે અનેક વાતો ટ્વિટના માધ્યમથી કરી હતી. જે પછી લાંબા સમય સુધી બોલિવૂડ પર આ વાતને લઇને સોશિયલ મીડિયામાં આરોપ લાગતા આવ્યા છે.

  તે તમામ વિવાદો જ્યાં હજી શાંત નથી થયા કે કેઆરકેની આ પ્રકારની ટ્વિટ આવી છે. જેણે લોકોને ચોંકાવી દીધા છે. જો કે તે વાત પણ છે કે કેઆરકે આ પહેલા પણ આવી અનેક વિવાદિત ટવિટ કરતા આવ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: