કૃતિ સેનનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સોશિયલ મીડિયામાં કહ્યું- જલ્દી પાછી આવીશ

કૃતિ સેનન

કૃતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પોતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની વાત સ્વીકારી છે.

 • Share this:
  કૃતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને પોતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની વાત સ્વીકારી છે. બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનને પોતે કોરોના પોઝિટિવ છે તે વાતની પુષ્ટિ કરી છે. કૃતિ તાજેતરમાં અભિનેતા રાજ કુમાર રાવ સાથે ચંદીગઢથી ફિલ્મના શૂટિંગ બાદ મુંબઇ પરત ફરી હતી. સોશિયલ મીડિયા પર, તેણે જણાવ્યું હતું કે તે બીએમસીના ડોકટરો અને અધિકારીઓએ આપેલી સલાહનું પાલન કરી રહી છે.

  કૃતિ સનને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'હું તમને બધાને કહેવા માંગુ છું કે મને કોરોના થયો છે. જો કે ચિંતાની કોઇ વાત નથી. મારી તબિયત સામાન્ય છે અને હું ઠીક છું અને હું બીએમસી અને ડોક્ટરોની સલાહ મુજબ પોતાને આઇસોલેટ કરી છે. હું સ્વસ્થ થયા પછી જલ્દી કામ પર પાછી ફરીશ, ત્યાં સુધી હું તમારી Wishes વાંચી રહી છું. મને લાગે છે કે તે પણ આ કામ કરી રહી છે. તમે બધા લોકો સલામત રહો, રોગચાળો હજી ગયો નથી.

  લોકો કૃતિ સેનનની આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. અને તેના જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. કૃતિની આ પોસ્ટ પર તેના બોલિવૂડના મિત્રો પણ કોમેન્ટ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતા એકતા કપૂરે પણ ટિપ્પણી કરી છે કે ટૂંક સમયમાં તે ઠીક થઇ જાય તેવી આશા. ટાઇગર શ્રોફે ટિપ્પણી Get well soon લખ્યું છે. સાથે જ સોફી ચૌધરી લખે છે- 'જલ્દીથી સ્વસ્થ થા, Love.'

  કૃતિ સેનને છેલ્લે 'હાઉસફુલ 4' અને 'પાણીપત' ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રી 'હાઉસફુલ 4' માં, જ્યાં અક્ષય કુમાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતી જોવા મળી હતી, તો બીજી તરફ તે 'પાણીપત'માં તે અર્જુન કપૂર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. હવે તે ફિલ્મ 'બચ્ચન પાંડે' માં બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની સાથે જોવા મળશે.
  Published by:Chaitali Shukla
  First published: