Home /News /entertainment /'લગ્નની તારીખ નક્કી કરે તે પહેલા...', કૃતિ સેનને પ્રભાસ સાથેના રિલેશનશિપ વિશે આપ્યુ આ નિવેદન
'લગ્નની તારીખ નક્કી કરે તે પહેલા...', કૃતિ સેનને પ્રભાસ સાથેના રિલેશનશિપ વિશે આપ્યુ આ નિવેદન
ફોટોઃ @kritisanon
Kriti Sanon Prabhas Relationship Status: વરુણ ધવને હાલમાં 'ઝલક દિખલા જા 10'ના સેટ પર ખુલાસો કર્યો હતો કે, કૃતિ સેનન અને પ્રભાસ રિલેશનશિપમાં છે. ત્યારબાદ પ્રભાસ અને કૃતિના ડેટિંગ અને પ્રપોઝલને લઈને ખબર સામે આવી રહી છે. હવે ખુદ કૃતિએ પોતાના રિલેશનશિપ સ્ટેટસ વિશે જણાવ્યુ છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન(Kriti Sanon) હાલ ભેડિયાની સક્સેસને એન્જોય કરી રહી છે. તેમાં તેણીની એક્ટિંગને ફેન્સ અને ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેણી પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને પણ ચર્ચામાં છે. હાલ, ઘણી એવી ખબરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૃતિ સેનન અને આદિપુરુષના કો-એક્ટર પ્રભાસ બંને રિલેશનશિપમાં છે. એટલું જ નહીં, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રભાસે આદિપુરુષના સેટ પર ઘૂંટણે બેસીને પ્રપોઝ કર્યુ હતું અને કૃતિએ 'હા' પણ કહી દીધી હતી. કૃતિએ હવે આ ખબરો પર પોતાનું રિએક્શન આપ્યુ છે.
કૃતિ સેનને આ અફવાઓને નકારી દીધી છે. કૃતિ અને પ્રભાસ બંને ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush)માં જોવા મળશે. હાલમાં જ કૃતિની 'ભેડિયા'ના સહ-કલાકાર વરુણ ધવને કરણ જોહરના ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10'માં પુષ્ટિ કરી હતી કે તે પ્રભાસને ડેટ કરી રહી છે અને ત્યારબાદથી તેમના રિલેશનશીપની ખબરો સામે આવી રહી છે.
કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ પર એક સત્તાવાર નિવેદન જારી કરીમે તેણીના અને પ્રભાસના રિલેશનશિપને પાયાવિહોણી જણાવ્યુ છે. પોતાની નોટમાં, તેણીએ એ પણ કહ્યુ કે 'ભેડિયા' વરુણ થોડો જંગલી થઈ ગયો હતો અને તેના ફની જોકે આ ડેટિંગની અફવાઓને જન્મ આપ્યો હતો.
કૃતિ સેનને પોતાની નોટમાં લખ્યુ, "આમાં ના તો 'પ્યાર' છે ના પીઆર.. અમારો ભેડિયો એક રિયાલિટી શોમાં થોડો વધારે જ જંગલી થઈ ગયો હતો અને તેના ફની જોકે અમુક ભયાનક અફવાઓને જન્મ આપ્યો. કોઈ પોર્ટલ મારા લગ્નની તારીખ જાહેર કરી છે તે પહેલા- હું ખ્યાલી પુલાવ નહીં પાકવા દઉ. અફવાઓ પાયાવિહોણી છે!" તેણીએ નિવેદન સાથે 'ફેક ન્યૂઝ' જીઆઈએફ પણ લગાવ્યુ છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર