કૃતિએ આ સીનના લીધે છોડી અમિતાભ-ઇમરાન સ્ટારર ફિલ્મ 'ચહેરે'

News18 Gujarati
Updated: November 20, 2019, 10:09 AM IST
કૃતિએ આ સીનના લીધે છોડી અમિતાભ-ઇમરાન સ્ટારર ફિલ્મ 'ચહેરે'
કૃતિ ખરબંદા

કૃતિએ આ ફિલ્મ ઇન્ટીમેટ સીનના કારણે છોડી છે.

  • Share this:
મંગળવારે ખબર આવી હતી કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશ્મી (Emraan Hashmi) ની આવનારી ફિલ્મ ચેહરેની એક્ટ્રેસ કૃતિ ખરબંદા (Kriti Kharbanda)ને નીકાળી દેવામાં આવે છે. જેની પાછળ કૃતિના નખરાને જવાબદાર માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ફિલ્મ હાઉસફૂલ 4 માં નજરે પડેલી કૃતિ જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ પાગલપંતીમાં પણ નજરે પડશે. કૃતિ પાસે અનેક મોટા સ્ટાર્સની ફિલ્મો છે. પણ કેટલાક મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે કૃતિને તેના નખરાના કારણે એક ફિલ્મથી હાથ ધોવા પડ્યા. જો કે હવે આ વાતનો બીજો પહેલું સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કૃતિએ આ ફિલ્મ ઇન્ટીમેટ સીનના કારણે છોડી છે.

અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની આ ફિલ્મમાં કૃતિને પહેલા સાઇન કરવામાં આવી હતી. અને ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું. પણ મંગળવારે તેવી ખબર આવી કે કૃતિને આ ફિલ્મથી નખરા કરવાના કારણે નીકાળવામાં આવી. સ્પોર્ટબોયની ખબર મુજબ આ ફિલ્મની શૂટિંગ શરૂ થયાને બે જ દિવસ થયા હતા. આ સીનમાં કૃતિને એક કો એક્ટર સાથે ખૂબ જ ઇન્ટીમેટ સીન કરવાનો હતો. સાથે સીનમાં લીપલૉક પણ હતો. જ્યારે ઇમરાન હાશમીને આ બધુ બીજા રૂમમાં બેસીને દેખવાનું હતું.

અમિતાભ સાથે કૃતિ


કૃતિએ આ વાત જણાવવામાં નહતી આવી. અને આ આટલા ઇન્ટીમેટ સીનની જરૂરિયાન કૃતિને ન લાગતા મેકર્સ સાથે આ મામલે થોડી ચર્ચા કર્યા પછી કૃતિએ આ ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો. સુત્રોનું કહેવું છે કે કૃતિને આ સીન કરવા અંગે કેમ જણાવવામાં નહતું આવ્યું. અને નિર્દેશક રુમી જાફરી પર આ મામલે દોષનું ટોપલું નાંખવામાં આવ્યું છે.
તમને જણાવી દઇએ કે આ રિપોર્ટ પર કૃતિએ પોતાની કોઇ પ્રતિક્રિયા હજી સુધી નથી આપી. અને પ્રોડ્યૂસર આનંદ પંડિતે એક ટ્વિટ દ્વારા કૃતિ અને મેકર્સની સહમતિથી આ ફિલ્મથી અલગ થવાની વાત ઉચ્ચારી છે.
First published: November 20, 2019, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading