Home /News /entertainment /આમીર ખાન સાથે Kissing સીન પર 24 વર્ષ પછી કરિશ્મા કપૂરે કહ્યું- 3 દિવસ સુધી...

આમીર ખાન સાથે Kissing સીન પર 24 વર્ષ પછી કરિશ્મા કપૂરે કહ્યું- 3 દિવસ સુધી...

કરીશ્મા કપૂરે જણાવ્યું કે રાજા હિંદુસ્તાનીને લઇને મારી અનેક યાદો જોડાયેલી છે.

કરીશ્મા કપૂરે જણાવ્યું કે રાજા હિંદુસ્તાનીને લઇને મારી અનેક યાદો જોડાયેલી છે.

    90ની દાયકામાં બોલિવૂડની સૌથી ચર્ચિત અને જબરદસ્ત સ્ટારડમ મેળવનારી અભિનેત્રી કરિશ્મા કપૂર (Karishma Kapoor) ભલે હાલ ફિલ્મોથી દૂર થઇ ગઇ હોય. પણ તે આજે પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની કેટલીક ઇવેન્ટમાં હાજરી આપે છે. ત્યારે કરીશ્મા કપૂર ફરી એક માર ડિઝિટલ પ્લેટફોર્મ પર વેબ સીરિઝ 'મેન્ટહૂડ' (Mentalhood) માં નજરે પડશે. આને કરિશ્માનું કમબેક માનવામાં આવી રહ્યો છે. આ વેબ સીરિઝના પ્રમોશન દરમિયાન કરીશ્મા કપૂરે પોતાની બહુ ચર્ચિત રાજા હિંદુસ્તાની (Raja Hindustani) અને તેના કિસિંગ સીન વિષે ખુલીને વાત કરી. ઉલ્લેખનીય છે કે રાજા હિંદુસ્તાનીના આ કિસિંગ સીનને બોલીવૂડનો સૌથી લાંબો કિસિંગ સીન મનાય છે. અને 90 દશકમાં આ પહેલી ફિલ્મ હતી જ્યારે રૂપેરી પડદા પર કોઇ એક્ટર એક્ટ્રેસ કિસિંગ સીન આપ્યો હોય. આ ફિલ્મ પછી કરીશ્મા કપૂરનું કેરિયર નવી ઊંચાઇએ પહોંચ્યું હતું.

    ત્યારે મેન્ટલહુડના પ્રમોશન માટે ફિલ્મ ક્રિટિક્સ રાજીવ મસંદના ઇન્ટરવ્યૂમાં કરિશ્મા કપૂરે આ અંગે ખુલાસો કર્યો હતો. આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે 1996માં આવેલી સુપરહિટ ફિલ્મ રાજા હિંદુસ્તાની અને આમીર ખાન સાથેના પોતાના કિસિંગ સીન વિષે વાત કરી હતી. તેણે જણાવ્યું કે આ કિસિંગ સીન કરતા તેને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

    વધુ વાંચો :શેખર કપૂર અને સુચિત્રાના પ્રોપર્ટી કેસમાં દીકરી કાવેરીએ મૌન તોડ્યું, કહી આ વાત

    કરીશ્મા કપૂરે જણાવ્યું કે રાજા હિંદુસ્તાનીને લઇને મારી અનેક યાદો જોડાયેલી છે. આ ફિલ્મનો કિસિંગ સીન ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. પણ ભાગ્યેજ લોકો જાણે છે કે અમને આ સીન પૂરો કરતા 3 દિવસ લાગ્યા. હું આ સીન કરતી વખતે વિચારતી હતી કે ક્યારે આ કિસ પૂરી થાય! કારણ કે ફેબ્રુઆરીમાં ઊંટીમાં તેટલી ઠંડી પડે છે. અને સાંજે 6 વાગે આ સીન ફિલ્માવવામાં આવ્યો હતો. અને ઠંડના કારણે હું ત્યારે ઠઠરી રહી હતી. આ ફિલ્મ 1996 એટલે કે 24 વર્ષ પહેલા આવી હતી. અને કરિશ્માને આજે પણ યાદ છે કે ઠંડીના કારણે તેની ત્યારે કેવી હાલત હતી.

    " isDesktop="true" id="964119" >

    વર્ક ફંટની વાત કરીએ તો કરિશ્મા વેબસિરીઝ મેન્ટલહૂડમાં હવે નજરે પડશે. જેમાં તેની સાથે સંજય સૂરી, સંધ્યા મુદ્દલ, ડિનો મોરિયા, શિલ્પા શુક્લા, શ્રૃતિ શેઠ અને તિલોત્તમા સોમ જેવા જાણીતા સ્ટાર્સ મહત્વનો રોલ ભજવતા નજરે પડશે. આ સીરિઝમાં કરિશ્મા મલ્ટીટાસ્કિંગ મમ્મીનો રોલ નીભાવતી નજરે પડશે. જેને પોતાની જવાબદારીઓની વચ્ચે સમય જ પોતાના માટે સમય નથી મળતો.

    વધુ  વાંચો : Happy Birthday જાહન્વી કપૂર: શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन