લગ્નના 10 વર્ષ પછી કોંકણા સેન શર્મા-રણવીર શૌરીએ દાખલ કરી છૂટાછેડાની અરજી

News18 Gujarati
Updated: February 27, 2020, 9:47 AM IST
લગ્નના 10 વર્ષ પછી કોંકણા સેન શર્મા-રણવીર શૌરીએ દાખલ કરી છૂટાછેડાની અરજી
કૌંકણા સેન અને રણવીર

આ સંબંધ તૂટવા પાછળ રણવીર શૌરીએ પોતાને જવાબદાર બતાવ્યો છે.

 • Share this:
બોલિવૂડ (Bollywood) કપલ્સમાંથી એક કોંકણા સેન શર્મા (Konkona Sen Sharma) અને રણવીર શૌરી (Ranvir Shorey) લગ્નના 10 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય કર્યો છે. બંનેએ છેટાછેડાની અધિકૃત અરજી કરી છે. લગ્નના 5 વર્ષ પછી જ બંને અલગ અલગ રહેતા હતા. વર્ષ 2015માં ફિલ્મ તિતલીના ટ્રેલર લોન્ચ વખતે ખુદ રણવીર શૌરીએ આ સેંસપેન્સ પરથી પડદો ઉઠાવ્યો હતો. અને કંફર્મ કર્યું હતું. રણવીરે કહ્યું કે તે કોંકણાથી હવે સંબંધ નથી. અને આ સંબંધ તૂટવા પાછળ રણવીર શૌરીએ પોતાને જવાબદાર બતાવ્યો છે.

સ્પોર્ટબોયની ખબહ મુજબ કોંકણા સેન શર્મા અને રણવીર શૌરીએ મળીને કાનૂની રીતે અલગ થવાનો નિર્ણય કર્યો છે. બંને તમામ ઔપચારિકતા પૂરી કરી દીધી છે. બંને આશા રાખી રહ્યા છે કે તમામ ફોર્માલિટી આલગા 6 મહિનામાં થઇ જાય અને કોર્ટનો આર્ડર પણ આવી જાય. જાણકારી મુજબ છૂટાછૂડાની અરજી નાખતા પહેલા કોંકણાએ રણવીરને કાઉન્સિલિંગની મદદથી સંબંધોને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પણ આ મામલે બંનેનો એકમત ન હોવાના કારણે તલાક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો.

કૌંકણા સેન અને રણવીરના લગ્નની તસવીર


રણવીર શૌર અને કોંકણા સેન શર્માને 8 વર્ષનો પુત્ર પણ છે. બંને આપસી સહમતીથી બાળકની જોઇન્ટ કસ્ટડી રાખી છે. સંબંધો વણસી જવા છતાં બંને મળીને તેમના પુત્ર હરુનનું ધ્યાન મળીને રાખવા માંગે છે. કોંકણા સેન અને રણવીરે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. તેમણે ટ્રાફિક સિગ્નલ, મિક્સ્ડ ડબલ્સ જેવી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે. તે એકબીજાના પ્રેમમાં પણ ફિલ્મમાં કામ કરતી વખતે જ પડ્યા હતા. લગ્ન પહેલા જ કોંકણા પ્રેગેંન્ટ થઇ હતી અને આ વાતે ખુબ ચર્ચા રહી હતી.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,203,280

   
 • Total Confirmed

  1,677,298

  +73,646
 • Cured/Discharged

  372,439

   
 • Total DEATHS

  101,579

  +5,887
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres