ઇદ પર આમને સામને હશે સલમાન અને અક્કી, અક્ષયે આપી પ્રતિક્રિયા

News18 Gujarati
Updated: December 7, 2019, 4:33 PM IST
ઇદ પર આમને સામને હશે સલમાન અને અક્કી, અક્ષયે આપી પ્રતિક્રિયા
સલમાન અને અક્ષયની ફિલ્મ

"ઇદનો દિવસ છે અને બે ફિલ્મો એક સાથે આવી શકે છે." અક્ષય કુમાર

  • Share this:
વર્ષ 2020ની ઇદ પર સલમાન ખાન (Salman khan) અને અક્ષય કુમાર (Akshay kumar) ની ફિલ્મો એકબીજા સાથે ટકરાશે. સલમાન ખાનની ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe your Most wanted bhai) અને અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ (Laxmmi Bomb) બોક્સ ઓફિસ પર એક સાથે ટકરાશે. ઇદના આ અવસર પર બંને ફિલ્મો રજૂ થતા અક્ષય કુમારે આ પર નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઇદ પર દર વર્ષે સલમાન ખાન પોતાની ફિલ્મ રીલિઝ કરે છે. અને આ સમયે અન્ય ફિલ્મ મેકર પોતાની ફિલ્મ રીલિઝ કરવાનું ટાળે છે. બીજી તરફ અત્યાર સુધી ઇદ પર રજૂ થયેલી સલમાન ખાનની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી છે. અને તેણે સારી એવી કમાણી પણ કરી છે. 2019માં સલમાન ખાનની ફિલ્મ ભારત પણ ઇદ પર જ આવી હતી. જેણે 200 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. આ વખતે રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ ઇદ પર રીલિઝ થશે. આ ફિલ્મનું ટીઝર પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સલમાન ખાન સાથે દિશા લીડ રોલમાં છે. વળી સલમાનના ફેન્સ પણ આ ફિલ્મનું ટીઝર પસંદ કર્યું હતું.જો કે પહેલા ઇદ પર સલમાન ખાનની ફિલ્મ ઇંશાઅલ્લાહ રીલિઝ થવાની હતી. જેને સંજય લીલા ભણશાળી નિર્દેશિત કરવાના હતા. બીજી તરફ રોહિત શેટ્ટી પોતાની ફિલ્મ સૂર્યવંશન ઇદ પર રીલિઝ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. પણ ઇશાઅલ્લાહ ઇદ પર રીલિઝ ન થતા અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ ઇદ પર રીલિઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર મુજબ અક્ષયને જ્યારે રાધે અને લક્ષ્મી બોમ્બની ટક્કર વિષે પુછવામાં આવ્યું ત તેણે કહ્યું કે "કોઇ પણ આવી શકે છે, તેમાં કંઇ ખોટું નથી, પણ પહેલા હું આવ્યો હતો. ઇદનો દિવસ છે અને બે ફિલ્મો એક સાથે આવી શકે છે. કેમ ના આવી શકે તેમાં ખોટું શું છે!" ઉલ્લેખનીય છે કે જલ્દી જ અક્ષય કુમારની ફિલ્મ ગૂડ ન્યૂઝ બોક્સ ઓફિસ પર આવશે. જેમાં કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકા ભજવશે.
First published: December 7, 2019
વધુ વાંચો
अगली ख़बर