મુંબઈઃ બોલિવૂડ (Bollywood)ના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor)નું ગુરુવારે નિધન થયું. તેઓએ મુંબઈની એક હૉસ્પિટલમાં એક અંતિમ શ્વાસ લીધા. એક્ટર લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા પરંતુ જીવનના અંતમિ પડાવ પર તેઓ તેની સામે હારી ગયા. ગુરુવારે જ મોડી સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટરનું આમ જવાથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. તમામ એક્ટર્સ અને ફિલ્મમેકર્સ વેટરન એક્ટરને યાદ કરતાં તેમના વિશે લખી રહ્યા છે. આ દરમિયાન સલમાન ખાન (Salman Khan)એ ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં માફી માંગી. પરંતુ બધા જ જાણવા માંગે છે કે બોલિવૂડના ભાઈએ ઋષિ કપૂર પાસે માફી કેમ માંગી.
બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને ઋષિ કપૂરની વચ્ચે કૉલ્ડ વૉર હતી. ઋષિ કપૂરના નિધનનું સલમાનને ખૂબ દુઃખ થયું. તેણે એક ટ્વિટ કર્યું, ‘શ્રદ્ધાંજિલ ચિંટૂ સર. કહા સુના માફ. પરિવાર અને દોસ્તોને શક્તિ, શાંતિ અને પ્રકાશ મળે.’ આ ટ્વિટ બાદ પ્રશંસકો એ જાણવા ઉત્સુક છે કે બંનેની વચ્ચે એ કઈ લડાઈ હતી, જેના માટે સલમાન ખાને આવી માફી માંગી છે. એક કિસ્સો સલમાન ખાન અને રણબીર કપૂરની વચ્ચે છે અને સોનમ કપૂરના લગ્ન દરમિયાન પણ આવા અહેવાલો મળ્યા હતા કે ઋષિ કપૂર અને સલમાન ખાનની વચ્ચે ઝઘડો થતા-થતા રહી ગયો હતો.
Rest in peace chintu sirrr, kaha suna maaf , strength , peace n light to family n friends...
અનેક રિપોર્ટ્સમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સલમાન ખાન એક વાર સંજય દત્ત (Sanjay Dutt)ની સાથે મુંબઈની એક ક્લબમાં પાર્ટી ઉજવવા ગયો હતો. તે સમયે ક્લકમાં ઋષિ કપૂરનો દીકરો રણબીર કપૂર પણ ગયો હતો. તે પણ પોતાના મિત્રોની સાથે ત્યાં પાર્ટી કરી રહ્યો હતો. રણબીર ત્યારે કોઈ પણ બોલિવૂડ ફિલ્મમાં નહોતો આવ્યો. આ પાર્ટીમાં બંનેની વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થઈ ગયો. તે ઝઘડો એ હદે વધી ગયો કે સલમાનનો ગુસ્સો આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગયો અને તેણે રણબીરને જોરદાર લાફો મારી દીધો. આ સમયે સલમાનની સાથે આવેલા સંજય દત્તે સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
આ વાતની જાણ જ્યારે સલમાનના પિતા સલીમ ખાનને થઈ તો તેઓએ સલમાનથી આ હરકત પર ઋષિ કપૂરને માફી માંગવા માટે કહ્યું, પરંતુ સલમાને એવું કરવાની ના પડી દીધી હતી. ત્યારબાદ સલમાનના પિતાએ ઋષિ કપૂરઅને આ ઘટનાને લઈ સલમાન તરફથી માફી માંગી.
ત્યારબાદ બંને પરિવારની વચ્ચે સંબંધ થોડાક સુધર્યા. પરંતુ રણબીરની કૈટરીના કૈફ સાથે નિકટતાએ ફરીથી સંબંધોમાં કડવાશ ઊભી કરી દીધી. તેથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઋષિ કપૂરના નિધનની જાણકારી જેજી તેને થઈ, તેણે ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું, ‘કહા સુના માફ’.