બોલીવુડના આ ખાને BJPની જીત પર ખાધી 5 કસમ

News18 Gujarati
Updated: May 23, 2019, 4:32 PM IST
બોલીવુડના આ ખાને BJPની જીત પર ખાધી 5 કસમ
કમાલ આર ખાન

હવેથી રોજ કહીશ કે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી રાજનીતિના બાપ છે. અખીલેશ યાદવ, માયાવતી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુને એક સલાહ આપવા માંગુ છું કે તે હવે રાજનીતિમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દે

  • Share this:
લોકસભા ચૂંટણી 2019નો આજે ફાઈનલ રાઉન્ડ છે. વોટોની ગણતરી ચાલુ છે. અત્યાર સુધીના વલણમાં એક્ઝિટ પોલના અનુમાન સાચા સાબિત થઈ રહ્યા છે. તાજા વલણમાં એનડીએએ 2014નો પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. અને 325 સીટો સાથે કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનવા જઈ રહી છે. બંપર જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીસાંજે 6 કલાકે દેશના નામે સંદેશ આપવાના છે. ત્યારબાદ 26મેના રોજ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.

જ્યારે આ બાજુ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેનારા કમાલ આર ખાન એટલે કે, કેઆરકે હવે એકવાર ફરી આવેલા ચૂંટણી પરિણામ પર ટ્વીટ કરી ચર્ચામાં છવાઈ ગયા છે. કેઆરકેએ સોશિયલ મીડિયા દ્વારા કહ્યું કે, આજે હું અગામી પાંચ વર્ષ માટે પાંચ વાયદા કરૂ છું.

1 - ન્યૂઝ ચેનલ નહીં દેખું

2 - રાજનીતિ સાથે જોડાયેલ કોઈ ટ્વીટ નહીં કરૂ

3 - બીજેપી વિરુદ્ધ કઈં પણ નહીં કહું

4 - હવેથી રોજ કહીશ કે, અમિત શાહ અને નરેન્દ્ર મોદી રાજનીતિના બાપ છે.5 - રાજનીતિ સાથે જોડાયેલું કોઈ ટ્વીટ પણ નહીં વાંચિ અને ના તેનો કોઈ રિપ્લાય આપીશત્યાર બાદ તેમણે વિપક્ષના નામે એક અન્ય ટ્વીટ કરી લખ્યું કે, હું વિપક્ષના નેતાઓ (અખીલેશ યાદવ, માયાવતી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ)ને એક સલાહ આપવા માંગુ છું કે તે હવે રાજનીતિમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દે કેમ કે, ભારતની પ્રજાએ તેમને નકારી દીધા છે.ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ પ્રચંડ બહુમત સાથે બીજેપીની આગેવાનીમાં એનડીએને જીત અપાવી હતી. હવે 2019ની ચૂંટણીમાં તેમણે પોતાનું જાદૂ બતાવ્યો છે. એવું લાગે છે કે, દેશની પ્રજાને ના માત્ર તેમનું કામ કાજ પસંદ આવ્યું પરંતુ મોદી પ્રત્યે ભરોસો પણ મજબૂત થયો છે. તેમણે વર્ષ 2022 સુધી દેશના વિકાસ માટે જે રોડમેપ તૈયાર કર્યો છે, તેને તે જરૂર પૂરો કરીને બતાવશે. સાથે જ આ દેશને નવી ઉંચાઈઓ સુધી પણ પહોંચાડશે.
First published: May 23, 2019, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading