આ શિક્ષિકાના વીડિયો ઉપર શાહરુખ ખાન મોહી ગયો, ટ્વિટર ઉપર કરી મોટી જાહેરાત

News18 Gujarati
Updated: January 22, 2020, 8:34 PM IST
આ શિક્ષિકાના વીડિયો ઉપર શાહરુખ ખાન મોહી ગયો, ટ્વિટર ઉપર કરી મોટી જાહેરાત
શાહરૂખ ખાનની ફાઈલ તસવીર

વીડિયોમાં આ ટીચર બાળકોને હાથની આંગળીથી ગણિત શિખવાડે છે. તેમની શિખવાડવાની રીત એકદમ યુનિક છે કે, દરેકને તેનો આ અંદાજ પસંદ આવી જાય.

  • Share this:
નવી દિલ્હીઃ બોલીવૂડના કિંગખાન (bollywood kingkhan) શાહરૂખ ખાન (shahrukh khan) અત્યારના સમયમાં ફિલ્મોથી દૂર રહેતો દેખાય છે. અત્યારે તેઓ પોતાની અંગત જિવનને એન્જોય કરી રહ્યા છે. શાહરુખ ખાન ક્યારેક પોતાના બાળકો સાથે તો ક્યારે પોતાની પત્ની સાથે સમય વિતાવતા દેખાય છે. આવા સમયમાં લોકો શાહરુખ ખાનની આવનારી ફિલ્મની અધિરાઈથી રાહ જોઈ રહ્યા છે. જોકે, અમે અહીં શાહરુખ ખાનની આવનારી ફિલ્મ અંગે વાત નથી કરવાના.

તાજેતરમાં ટ્વિટર ઉપર શાહરુખ ખાને કંઈક એવું કર્યું કે તેમના ઉપર ખૂબ જ અભિનંદન વરસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં એક સ્કૂલ ટીચરનો (school teacher) વીડિયો ખૂબ જ વાયરલ (video viral) થઈ રહ્યો છે. હવે શાહરુખ ખાને પણ શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વીડિયોમાં આ ટીચર બાળકોને હાથની આંગળીથી ગણિત શિખવાડે છે. તેમની શિખવાડવાની રીત એકદમ યુનિક છે કે, દરેકને તેનો આ અંદાજ પસંદ આવી જાય. આ સ્કૂલ ટીચરનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોને આનંદ મહેન્દ્રાએ શેર કર્યો હતો.

આ જ વીડિયોને આગળ વધારતા હવે શાહરુખ ખાને પણ બુધવારે આ ટીચરનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, 'હું તમને જણાવી શકતો નથી કે, એક સળતાથી કેલ્કુલેશન પણ ઉકેલાતા મારા જીવનની કેટલી બધી સમસ્યા ઉકેલાઈ છે.'

હું આને બાયજૂજને મોકલી રહ્યો છું કે તેઓ આ મેથડને ટિંચિંગમાં સામેલ કરે. ઉલ્લેખનીય છે કે, બાયજૂજ એક ટિચિંગ એપ છે. આ વીડિયો સાત જાન્યુઆરીએ બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક મહિલા ટીચરે બ્લેક બોર્ડ ઉપર લખ્યું છે કે, 'આપણા હાથ કેલ્કુલેટર'
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर