મુંબઈ. સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશ (Actor Yash)ની ફિલ્મ કેજીએફ (KGF Chapter 1)એ ભારતીય સિનેમામાં ખૂબ ધમાલ મચાવી હતી. આ ફિલ્મનો પહેલો પાર્ટ હતો, જેને દર્શકોથી ખૂબ પ્રેમ મળ્યો હતો. હવે દર્શકોની વચ્ચે KGF ચેપ્ટર 2 (KGF Chapter 2) સતત ચર્ચામાં છે. ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ (Prashanth Neel)એ તેની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી, જે મુજબ ફિલ્મ 16 જુલાઈ, 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીજ થવાની હતી, પરંતુ કોરોના (Corona Pandemic)ના કારણે અન્ય ફિલ્મોની જેમ જ તેની રિલીઝ ડેટ પણ આગળ ઠેલાતી ગઈ છે. હાલમાં મેકર્સ તરફથી ફિલ્મની આગામી રિલીઝ ડેટની જાહેરાત નથી કરવામાં આવી.
જોકે, ફિલ્મ ભલે રિલીઝ (KGF Chapter 2 Release Date) ન થઈ હોય, પરંતુ તેનું ટીઝર (KGF Chapter 2 Teaser)ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જાન્યુઆરી 2021માં રિલીઝ થયેલા કેજીએફ ચેપ્ટર 2નું ટ્રેલર હજુ પણ ખૂબ જોવામાં આવી રહ્યું છે. જેમાં એક્ટર યશની સાથે સંજય દત્ત, રવીના ટંડન અને શ્રીનિધિ શેટ્ટીની ઝલક જોવા મળી રહી છે. સતત મળી રહેલા વ્યૂઝના કારણે મૂવીના ટીઝરે એક નવો રેકોર્ડ બનાવી દીધો છે.
આ ઉપરાંત, ફિલ્મના ટીઝરને 8.4 મિલિયન લાઇક્સ પણ મળી છે અને એક બિલિયનથી વધુ ઇપ્રેશન્સ મળી છે. સાઉથ ઈન્ડિયન સિનેમાની કેટલીક ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવી છે. જે પૈકી એક કેજીએફ છે. કેજીએફ ચેપ્ટર 1 ડિસેમ્બર 2018માં રિલીઝ થઈ હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. એવામાં દર્શક કેજીએફ ચેપ્ટર 2ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોરોનાના કારણે દર્શકોનો ઇંતજાર વધી રહ્યો છે. " isDesktop="true" id="1115471" >
નોંધનીય છે કે, કેજીએફ ચેપ્ટર-2ની ટીઝર (KGF Chapter 2 Teaser) રિલીઝ થવાના 24 કલાકની અંદર જ હિટ થઈ ગયું હતું. આ ફિલ્મના ટીઝરને 24 કલાક પહેલા જ 6 કરોડ વાર જોવામાં આવ્યું હતું. 24 કલાકથી પહેલા તેને 37 લાખ લોકોએ યૂટ્યુબ પર લાઇક્સ પણ મળી હતી. યશના ફેન્સની દિવાનગીને જોતા તેના બર્થડે પહેલાની સાંજે એટલે કે 7 જાન્યઆરીની રાત્રે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર