Home /News /entertainment /સની લિયોનીને કોર્ટમાં મળી મોટી રાહત, છેતરપિંડીની કાર્યવાહી પર લાગ્યુ પૂર્ણવિરામ

સની લિયોનીને કોર્ટમાં મળી મોટી રાહત, છેતરપિંડીની કાર્યવાહી પર લાગ્યુ પૂર્ણવિરામ

ફોટોઃ @sunnyleone

વર્ષ 2019માં સની લિયોનીની છેતરપિંડીના એક કેસમાં કેરળ હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે સની અને અન્ય બે લોકો સામે ફોજદારી કાર્યવાહી રોકવાનો આદેશ કર્યો છે.

    મુંબઈઃ છેતરપિંડીના મામલે કેરળ હાઇકોર્ટે એક્ટ્રેસ સની લિયોનીને મોટી રાહત આપી છે. કોર્ટે રાજ્ય પોલીસની ક્રાઇમ બ્રાન્ચની તરફથી અભિનેત્રી સની લિયોની, તેના પતિ ડેનિયલ બેબર અને મેનેજર સુનીલ રજનીની સામે નોંધાયેલી એફઆઈઆર પર ફોજદારી કાર્યવાહી પર બુધવારે રોક લગાવી દીધી છે. જસ્ટિસ જિયાદ રહમાને અભિનેત્રીની તરફથી નોંધાયેલ અરજીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે.

    શું છે સંપૂર્ણ મામલો?


    કેરળ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કોઝીકોડના સ્ટેજ પર એક પર્ફોર્મન્સ માટે એક કંપનીની શરતોનું કથિત રીતે ઉલ્લંઘન કરવાને લઈને સની લિયોની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ મામલે સની લિયોનીને કેરળ હાઈ કોર્ટનો પોતાની સામે નોંધાયેલ એફઆઈઆર રદ્દ કરવાની માંગ કરી હતી. તેના પહેલા પણ સંચાલકે આ મામલે કેસ કર્યો હતો. પરંતુ, જુલાઈ 2022માં એક મજીસ્ટ્રેટ કોર્ટે પુરાવાના અભાવે આ કેસને રદ્દ કરી દીધો હતો.

    આ પણ વાંચોઃ બોલિવૂડમાં ફ્લોપ થતાં 'મિસ વર્લ્ડ'એ પકડ્યો સાઉથનો રસ્તો, આ એક્ટર સાથે જોવા મળશે માનુષી

    આરોપ છે કે સની લિયોનીએ વર્ષ 2019માં વેલેન્ટાઇન્સ ડે પર એક કાર્યક્રમ માટે હા પાડી હતી. પણ 29 લાખ રુપિયા લીધા પછી પણ કાર્યક્રમમાં પહોંચી નહતી. રિપોર્ટ્સ અનુસાર તેમણે દાવો કર્યો છે કે કાર્યક્રમ ઘણીવાર પોસ્ટપોન થયો. છેલ્લે નક્કી થયું કે, કાર્યક્રમ કોચ્ચીની પાસે અંગામલ્લીમાં એડલક્સ ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં હશે.

    આ પણ વાચોઃ Alia Bhatt Daughter Name: આલિયા ભટ્ટ-રણબીર કપૂરે દીકરીનું નામ કરી દીધું ફાઇનલ! આ ખાસ વ્યક્તિ સાથે છે કનેક્શન

    સનીએ આરોપોનો કર્યો ઈન્કાર


    સની લિયોનીએ અરજીમાં પોતાના, પોતાના પતિ અને કાર્યક્રમના કર્મચારીની સામે લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા હતાં અને દાવો કર્યો કે તે કોઈપણ ગુનામાં સામેલ નથી. સનીએ અરજીમાં કહ્યુ કે તેને આ કેસને લઈને ખૂબ જ નુકસાન થયું છે. બધું ત્યારે થયું જયારે મારી પાસે કોઈ પુરાવા નહતાં. જણાવી દઈએ કે, ક્રાઈમ બ્રાન્ચે એર્નાકુલમ જિલ્લાના શિયાસ કુંજુમોહમ્મદની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો હતો. કુંજુમોહમ્મદ કાર્યક્રમના સંચાલક હતાં.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Actress sunny leone, Bollywood બોલિવૂડ, Entertainment news, મનોરંજન, સની લિયોની

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन