સમુદ્ર કિનારે 'સૂર્યવંશી'ની ટીમ સાથે કેટરીના કૈફે રમી આ ગેમ, Video વાયરલ

News18 Gujarati
Updated: March 7, 2020, 12:29 PM IST
સમુદ્ર કિનારે 'સૂર્યવંશી'ની ટીમ સાથે કેટરીના કૈફે રમી આ ગેમ, Video વાયરલ
અક્ષય કુમાર અને કેટરીના કૈફ

"આવું મોં બતાવાનું બંધ કર!" કેટરીનાએ અક્ષય કુમારને કેમ આવું કહ્યું વીડિયોમાં જુઓ

  • Share this:
અક્ષય કુમાર (Akshay kumar) અને કેટરીના કૈફ (Katrina kaif) સ્ટારર સૂર્યવંશી (Sooryavanshi) 24 માર્ચના રોજ થિયેટરમાં રજૂ થશે. ત્યારે આ પહેલા અક્ષય કુમાર અને કેટરીના કૈફ આ ફિલ્મનું અલગ અલગ રીતે પ્રમોશન કરી રહ્યા છે. જે આ ફિલ્મના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે જ કેટરીના કૈફે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો મૂક્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર સમેત ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી (Rohit Shetty) પણ નજરે પડી રહ્યા છે.

કેટરીના કૈફ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો મૂક્યો છે. તેમાં તે ફિલ્મ સૂર્યવંશીની ટીમ સાથે મસ્તી ભર્યા મૂડમાં નજરે પડી રહી છે. અને તે એક ક્રૂ મેમ્બર સાથે 'ડૉગ એન્ડ ધ બોન' નામની ગેમ રમી રહી છે. જો કે આ ગેમમાં જીતવાનો સારો પ્રયાસ કરે છે પણ જીતી નથી શકતી. ત્યારે વીડિયોમાં અન્ય લોકો પણ મસ્તીના મૂડમાં નજરે પડે છે.

ત્યાં જ અક્ષય કુમાર કેટરીનાને આ સ્ટ્રેટર્જી પર ધ્યાન આપવાનું કહે છે. વીડિયોના અંતમાં કેટરીના બૂમ પાડીને કહે છે. "આવું મોં બતાવાનું બંધ કર!"
ઉલ્લેખનીય છે કે સૂર્યવંશીમાં કેરટીના કૈફ અને અક્ષય કુમારની સુપર હિટ જોડી લાંબા સમયે રૂપેરી પડદે પાછી ફરી રહી છે.

વધુ વાંચો : નેહા કક્કરે જે શહેરમાં ભાડાના મકાનમાં રહેતી હતી ત્યાં જ બનાવ્યો ભવ્ય બંગલો

વધુ વાંચો : Baaghi 3 Box Office Collection : પહેલા જ દિવસે ફિલ્મે કરી આટલી કમાણી

આ પહેલા તે 2010માં તીસ માર ખાનમાં સાથે નજરે પડ્યા હતા. આ સિવાય કેટરીના અને અક્ષય કુમારે સિંહ ઇઝ કિંગ, બ્લૂ, નમસ્તે લંડન, હમકો દિવાના કર ગયે, વેલકમ જેવી ફિલ્મો પહેલા પણ સાથે કરી છે. અને લોકોને તેમની કેમેસ્ટ્રી ગમી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મ સૂર્યવંશી એક એક્શન ફિલ્મ છે. અને કેટરીના આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીના રોલમાં છે.
First published: March 7, 2020, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading