આ શું કેટરીના કૈફ ગંજીફો રમી રહી છે? વાયરલ થયા Photos

News18 Gujarati
Updated: January 24, 2020, 11:22 AM IST
આ શું કેટરીના કૈફ ગંજીફો રમી રહી છે? વાયરલ થયા Photos
કેટરીના કૈફ

કેટરીના કૈફની એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) કૈટરીના કૈફ (Kartina kaif) હાલ તેની આવનારી ફિલ્મને લઇને વ્યસ્ત છે. આ વર્ષે પણ તેમની પાસે ધણી ફિલ્મો છે. આમ તો સોશિયલ મીડિયાથી દૂરી રાખનારી કેટરીના કૈફની એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસવીર કેટરીના કૈફ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. જેમાં તે દુલ્હનની જેમ તૈયાર થઇને બેઠી છે. અને તેના મેકઅપ આર્ટીસ્ટ સાથે ગંજીપો રમી રહી છે.

કેટરીના કૈફ તેના લેટેસ્ટ ઇન્સ્ટ્રાગ્રામ ફોટોમાં લાઇટ પિંક રંગની સુંદર ચણીયાચોળીમાં દેખાઇ રહી છે. ધરેણાં, હાથમાં મહેંદી સાથે કેટરીનાની આ તસવીર ખૂબ જ સુંદર લાગી રહી છે. પણ જો તમે ટેબલ પર નજર કરો તો તે ગંજીપો રમી રહી છે. અને બાજુમાં કાર્ડ અને કોઇન પણ પડ્યા છે. વળી તેમના સ્ટાઇલિસ્ટ અનાઇતા શ્રોફ, હેરસ્ટાઇલર ઇયાની અને મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલ પણ હાજર છે. તસવીરો જોતા કેટરીના ખુબ ખુશ મિજાજમાં હોય તે પણ સ્પષ્ટ થાય છે. જો કે તેમણે કેપ્શનમાં લખ્યું છે Shenanigans આમ કેટરીનાએ તેના ફિલ્મ સેટ પરથી આ તસવીર શેયર કરી છે. અને લોકોને પણ આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
 View this post on Instagram
 

on set shenanigans .....


A post shared by Katrina Kaif (@katrinakaif) on


  
View this post on Instagram
 


A post shared by Katrina Kaif (@katrinakaif) on


વર્ક ફંટની વાત કરીએ તો કેટરીના કૈફની પાસે હાલ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી છે. જેમાં તે રોહિત શેટ્ટી સાથે નજરે પડશે. લાંબા સમય પછી રૂપેરી પડદે કેટરીના અને અક્ષયની જોડી સામે આવશે. આ ફિલ્મ 27 માર્ચ રીલિઝ થવાની છે. આ સિવયા પણ કેટરીના આ વર્ષે ધણા મહત્વના પ્રોજેક્ટ પર કામ કરતી નજરે પડશે.
First published: January 24, 2020, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading