એક એવોર્ડ ફંક્શનમાંથી કેટરિના કૈફનો એક વીડિયો સામે આવ્યો છે, જે બાદ લોકો ચર્ચા કરી રહ્યા છે કે એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ છે.આ વીડિયોમાં તેનું પેટ સામાન્ય દિવસોની સરખામણીમાં થોડું મોટું દેખાય છે અને યુઝર્સ આ વાત પચાવી શકતા નથી.
મુંબઈઃ કેટરિના કૈફ અને વિક્કી કૌશલે તાજેતરમાં જ તેમના પ્રથમ લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. જ્યારથી આ કપલે લગ્ન કર્યા છે ત્યારથી કેટરિનાની પ્રેગ્નન્સીની અફવાઓ ઘણી વખત ઉડી રહી છે. આ દરમિયાન ફરી એકવાર કંઈક આવું જ થતું જોવા મળી રહ્યું છે. અભિનેત્રી હાલમાં જ એક એવોર્ડ શોમાં પહોંચી હતી, જે દરમિયાન તેણીએ સિલ્વર કલરનો બોડી હગિંગ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર અને અદભૂત લાગી રહી હતી. પરંતુ, આ ડ્રેસ હવે અભિનેત્રી માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. આ ડ્રેસને કારણે અભિનેત્રી ગર્ભવતી હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે.
એવોર્ડ શોમાં કેટરિનાએ સિલ્વર સિક્વન્સનો થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યો હતો. જેમાં પ્લંગીંગ નેકલાઇન આપવામાં આવી હતી. તેણીએ સિમ્પલ મિડ-પાર્ટેડ સ્ટ્રેટ હેર વડે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. એક્સેસરીઝની વાત કરીએ તો તેણે કાનમાં મોટા હૂપ પહેર્યા હતા, આ સિવાય કેટરીનાએ કોઈ જ્વેલરી પહેરી ન હતી. જોકે, કેટરીના પોતાના ફૂલેલા પેટના કારણે સવાલોના ઘેરામાં ફસાઈ ગઈ છે.
કેટરિના કૈફનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે, જેમાં કેટરીનાનું પેટ થોડું ફૂલેલું દેખાય છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- 'શું આ પંજાબી ફૂડ અદ્ભુત છે કે પેટમાં બાળક છે?' અન્ય એક યુઝરે લખ્યું- 'કેટરિના પ્રેગ્નન્ટ લાગે છે.' વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું- 'સારા સમાચાર છે, બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે.' વિડિયોનું કોમેન્ટ બોક્સ આવી જ એકસરખી કોમેન્ટસથી ભરેલું છે.
કેટરિના અને વિક્કી બોલિવૂડના સૌથી પ્રિય કપલમાંથી એક છે, જેમને તેમના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળે છે. બંનેએ 9મી ડિસેમ્બરે જ તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી હતી. કેટરીનાની પ્રેગ્નન્સીને લઈને લગ્ન બાદથી સતત અફવાઓ ઉડી રહી છે. એટલે કે આ પહેલીવાર નથી કે જ્યારે યુઝર્સે એક્ટ્રેસને જોઈને તેની પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવ્યા હોય.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીનાએ હાલમાં જ 'ટાઈગર 3'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેણી ફરી એકવાર બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન સાથે જોવા મળવાની છે. આવી સ્થિતિમાં કેટરીનાના ચાહકો ખૂબ જ ખુશ છે. આ પહેલા કેટરીનાની ફિલ્મ 'ફોન ભૂત' આવી હતી, જે 4 નવેમ્બર 2022ના રોજ રીલિઝ થઈ હતી.
—
આમાં કેટરીના સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકામાં હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર