કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની તારીખ આવી સામે! સલમાન આખા પરિવાર સાથે સામેલ થશે?

વીક્કી કૌશલ, કટરીના કૈફ અને સલમાન ખાન

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ આ વર્ષે ડિસેમ્બરમાં કોઈપણ દિવસે લગ્ન કરી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં તેમના લગ્નની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.

 • Share this:
  Katrina Kaif and Vicky Kaushal Wedding: કેટરિના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal)ના લગ્નના સમાચાર આ દિવસોમાં ખૂબ જ જોરથી ચાલી રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ આ વર્ષે ડિસેમ્બરમાં કોઈપણ દિવસે લગ્ન કરી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં તેમના લગ્નની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. હા! પિંકવિલાના રિપોર્ટ અનુસાર, કેટરિના કૈફ અને વિકી કૌશલ 7 થી 9 ડિસેમ્બર 2021 વચ્ચે લગ્ન કરી શકે છે.

  આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેટરિના કૈફ અને વિક્કી કૌશલ વેડિંગ માટે તેમના ઘરે 7 થી 9 ડિસેમ્બર સુધી લગ્નનો કાર્યક્રમ રાખ્યો છે. તેમના પરિવાર અને નજીકના લોકો આ ભવ્ય લગ્ન માટે તૈયાર છે. લગ્ન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર બોલિવૂડમાંથી અત્યાર સુધી ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પરંતુ મેક-અપ આર્ટિસ્ટ, કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ અને રિસોર્ટ સ્ટાફને તારીખો સાચવવા માટે કહેવામાં આવ્યું છે. સલમાન ખાન અને તેનો પરિવાર કેટરીના વતી લગ્નના તમામ ફંક્શનમાં હાજરી આપવાની તૈયારી કરી રહ્યો છે. આ ભવ્ય પંજાબી લગ્ન હશે. તેમાં હલ્દી, મહેંદી, ફેરે અને કેથોલિક લગ્ન પણ સામેલ છે.

  જો કે હજુ સુધી કેટરીના કૈફ અને વિકી કૌશલ તરફથી આ લગ્ન કે તેની તારીખોને લઈને કોઈ નિવેદન આવ્યું નથી. આ સિવાય થોડા દિવસો પહેલા કેટરીના કૈફે બોલિવૂડ લાઈફને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આવા કોઈપણ સમાચારમાં કોઈ સત્ય નથી. જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે, આવી અફવાઓ કેમ ઉડી હતી, ત્યારે કેટરીનાએ કહ્યું, "છેલ્લા 15 વર્ષથી, આ મારા માટે પણ એક મોટો પ્રશ્ન છે."

  આ પણ વાંચોB'day Spl: પરદાદા પ્રધાનમંત્રી, કાકા ગવર્નર, આવા શાહી પરિવારની છે Aditi Rao hydari

  આ દરમિયાન, તમને જણાવી દઈએ કે મોટાભાગના બોલિવૂડ સેલેબ્સ તેમના લગ્નની તારીખો છેલ્લા દિવસ સુધી છુપાવે છે. તે મીડિયાની સામે તેમના લગ્નની તારીખો જાહેર કરવાનું ટાળે છે. ઉદાહરણ તરીકે, અભિનેતા વરુણ ધવન અને અનુષ્કા શર્માએ તેમના લગ્નની તારીખ છુપાવી હતી. તેમણે છેલ્લી ક્ષણે તારીખ જાહેર કરીને ચાહકોને ચોંકાવી દીધા.
  Published by:kiran mehta
  First published: