મુંબઈઃ કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના એવા કપલ છે, જેના સૌ કોઈની નજર છે. બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ સેલિબ્રિટી કપલે ગયા વર્ષે 9 ડિસેમ્બરે લગ્નન બંધનમાં બંધાયા હતા. એટલે કે બંનેની વેડિંગ એનિવર્સરી હવે નજીક છે. આ સમયે ખબર મળી રહી છે કે, બંનેએ પોતાના લગ્નની એક વર્ષની ઉજવણી માટેનું ખાસ પ્લાનિંગ કર્યુ છે.
વિક્કી અને કેટરીનાએ વર્ષ 2021માં રાજસ્થાનના સવાઈમાધોપુરના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતાં. બંનેએ લગ્નના ફંક્શનને પ્રાઇવેટ રાખ્યા હતાં, જેમાં ફક્ત અમુક ખાસ લોકોને જ સામેલ કરવામાં આવ્યા હતા. હવે અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપલ પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે. બંને વર્ક કમિટમેન્ટ્સથી સમય નીકાળીને વર્ષગાંઠ સેલિબ્રેટ કરશે.
ખબરો અનુસાર, આ કપલ પોતાની વર્ષગાંઠ પર માલદીવ જવાની તૈયારી કરી રહ્યુ છે કારણકે બંનેને આ જગ્યા પસંદ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે માલદીવમાં કપલના નામે તમામ બુકિંગ કરી દેવામાં આવી છે. એટલે તે લગ્નના એક વર્ષ થવા પર બંને એકબીજા સાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરશે.
કેટરીના અને વિક્કી લગ્ન બાદ હનીમૂન પર જઈ શક્યા નહતા, કારણકે બંને પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત હતાં. એવામાં હવે બંનેએ એનિવર્સરી પર લાંબી રજાઓ સાથે માણવાનો પ્લાન કર્યો છે. વળી, એ પણ ખબર મળી રહી છે કે માલદીવ જતા પહેલા બંને ઘરે એક નાનકડી પૂજાનું આયોજન કરી રહ્યા છે. વિક્કીની માતાએ તેને લઈને તૈયારી પણ કરી લીધી છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર