Video : અનન્યા માટે કાર્તિકની મમ્મીએ કહ્યું, 'હાથ લગાવતા જ ગંદી થઇ જશે'

News18 Gujarati
Updated: December 4, 2019, 10:53 AM IST
Video : અનન્યા માટે કાર્તિકની મમ્મીએ કહ્યું, 'હાથ લગાવતા જ ગંદી થઇ જશે'
અનન્યા પાંડે અને કાર્તિક આર્યન

  • Share this:
કાર્તિક આર્યન (Kartik Aryan) અને સારા અલી ખાન (Sara ali Khan)નું જ્યારથી બ્રેકઅપ થયું છે ત્યારથી કાર્તિક અને અનન્યા પાંડે (Ananya Pandey) નામ એક બીજા સાથે વારંવાર જોડવામાં આવી રહ્યું છે. જો કે આ બંને વચ્ચે કંઇક થઇ રહ્યું છે કે નહીં તે વાત તો કદાચ આ બે જણાવી શકે. પણ હાલ તો બંને જણા તેમની આવનારી ફિલ્મ પતિ પત્ની ઔર વો (Pati patni aur who) ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ત્યારે આ તમામ વાતો વચ્ચે કાર્તિક આર્યનને અનન્યા તેમની મમ્મીને કેવી લાગે છે તે અંગે જણાવ્યું છે. કાર્તિક જણાવ્યું તેની માતાને અનન્યા ખૂબ જ સુંદર લાગે છે. અને આ બધુ આ ફિલ્મના શૂટિંગ પહેલા જ થઇ ગયું હતું.



નોંધનીય છે કે કાર્તિક, અનન્યા અને ભૂમિ પેડનેકર પોતાની ફિલ્મ પતિ પત્ની અને વોના પ્રમોશન માટે એક રેડિયો શો પર પહોંચ્યા હતા. આ શો દરમિયાન કાર્તિકથી પોતાના કો સ્ટાર્સ અને તેમના ફર્સ્ટ રિએક્શન વિષે પુછવામાં આવ્યું તો ભૂમિના વિષે કાર્તિકે કહ્યું કે તે પહેલી મુલાકાતમાં જ સ્વીટ લાગી હતી. જ્યારે અનન્યા વિષે વાત કરતા કાર્તિક એક ઘટના શેર કરી હતી. તેમણે કહ્યું કે અનન્યાને તે પહેલી વાર ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના શોમાં મળ્યા હતા.

અનન્યા ત્યાં હાજર હતી. કાર્તિકે જણઆવ્યું કે મારી મમ્મી અનન્યાને જોઇને ખુબ જ ખુશ થઇ ગઇ હતી અને તેણે કહ્યું હતું કે ખૂબ જ સુંદર યુવતી છે. 'દૂધ જેવી ગૌરી, હાથ લગાવશો તો ગંદી થઇ જશે' તમને જણાવી દઇએ કે કાર્તિક આર્યન, કિયારા અડવાની અને કરીના કપૂર સાથે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના શોમાં રેમ્પ વોક કરી ચૂક્યા છે. અને હાલમાં તેની આ ફિલ્મ પતિ પત્ની ઔર વો 6 ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની છે.

 
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर