કાર્તિક આર્યને સારાની સામે કહ્યો પોતાના Valentine Day પ્લાન

News18 Gujarati
Updated: January 17, 2020, 5:22 PM IST
કાર્તિક આર્યને સારાની સામે કહ્યો પોતાના Valentine Day પ્લાન
કાર્તિક અને સારા

કાર્તિક સારાને પુછ્યું કે આપણે બંને ડેટ પર જઇશું...સાથે?

  • Share this:
કાર્તિક આર્યન (Kartik Aryan) અને સારા અલી ખાન (Sara Ali Khan) ફેન્સે તેમને સારતિક (#Sartik) નામ આપ્યું છે. આ બંનેની આવનારી ફિલ્મની પહેલી ઝલક લોકો સામે આવી છે. લવ આજ કલ 2 નું ટેલર રીલિઝ થઇ ચૂક્યું છે. ત્યાર લવ આજ કલના ટ્રેલર લૉન્ચ પર કાર્તિક આર્યને પોતાના વેલેન્ટાઇન ડે ના સેલિબ્રેશનનો પ્લાન કહ્યો.

તમને જણાવી દઇએ કે સારા અલી ખાને કરણ જોહરના ચેટ શો કોફી વીથ કરણમાં બધાની સામે કાર્તિક આર્યનને પોતાના ક્રશ કહ્યો હતો. અને એક ઇવેન્ટ દરમિયાન રણવીર સિંહે તેમને એકબીજાથી મેળવ્યા હતા. વળી લવ આજ કલ 2ની શૂટિંગ વખતે આ બંને રિયલ લાઇફમાં પ્રેમમાં છે તેવી ચર્ચા પર સામે આવી હતી. અને પછી બ્રેકઅપની વાત સામે આવી હતી. ત્યારે આ તમામ પછી હાલ લવ આજ કલના ટ્રેલર લૉન્ચ બંને સાથે નજરે પડ્યા હતા.

જ્યારે કાર્તિક અને સારાને તેમના વેલેટાઇન્સ ડે સેલિબ્રિશન પ્લાન વિષે પુછવામાં આવ્યું સારાએ કહ્યું કે, તે લવ આજ કલ 2 જે 14 ફેબ્રુઆરીના રોજ જ રીલિઝ થવાની છે તે જોવા જશે. જ્યારે આ સવાલ કાર્તિકને પુછ્યો તો તેણે સારાને વચ્ચે ટોકતા કહ્યું કે તે નહીં આવે તેને કેમ પુછી રહ્યા છો? કાર્તિક સારાને પુછ્યું કે આપણે બંને ડેટ પર જઇશું...સાથે. તો આ સાંભળીને સારાએ કહ્યું કે આપણી પિક્ચર છે કોની સાથે ચાલી જઇશું. આ સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા.પછી કાર્તિકે સાફ કર્યું કે હા અમે બંને મૂવી દેખવા જઇશું અને તે રાતે અમારી ડેટ નાઇટ હશે. અને 13 અને 14 બંને રાતે લવ આજ કલ જ દેખીશું. ઉલ્લેખનીય લવ આજ કલ 2 તેના પહેલા પાર્ટ જેમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ હતા તેની સિક્વલ છે.
First published: January 17, 2020
વધુ વાંચો
अगली ख़बर