કરણ જોહરે કાર્તિક આર્યનને ફિલ્મમાંથી કાઢ્યો, સાજિદ નડિયાદવાલાએ આપી રોમેન્ટીક ફિલ્મની ઓફર

  • Share this:
નવી દિલ્લી: બોલીવુડના ‘ચોકલેટી બોય’ કાર્તિક આર્યનને કરણ જોહરે અનપ્રોફેશનલ બિહેવિયરના કારણે ફિલ્મમાંથી બહાર કાઢી મુક્યો છે. આ સમાચાર સામે આવતા ચર્ચા ચાલી રહી હતી કે કરણ જોહર ધીરે-ધીરે કાર્તિકનું કરિયર પણ બરબાદ કરી નાખશે. આ સમાચાર સામે આવ્યા બાદ ખૂબ જ હંગામો થયો હતો. ત્યારે કરણ જોહરે કાર્તિક આર્યનને ફિલ્મમાંથી બહાર કાઢ્યા બાદ સાજિદ નડિયાદવાલાએ કાર્તિકનો આ પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. સાજિદ નડિયાદવાલાએ કાર્તિક આર્યનને એક રોમેન્ટીક ફિલ્મ માટે સાઈન કર્યો છે.

રિપોર્ટ્સ અનુસાર સાજિદ નડિયાદવાલા ઘણા સમયથી કાર્તિક આર્યન સાથે ફિલ્મ બનાવવાની પ્લાનિંગ કરી રહ્યા છે. કરણ જોહરે કાર્તિકને ફિલ્મ ‘દોસ્તાના-2’માંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. તો બીજી તરફ સાજિદ નડિયાદવાલાએ કાર્તિક આર્યનને એક નવી ફિલ્મ માટે સાઈન કર્યો છે. સાજિદ નડિયાદવાલાની અપકમિંગ રોમેન્ટીક ફિલ્મ સમીર વિદ્વવંસ ડાયરેક્ટ કરશે. આ ફિલ્મ ખૂબ જ રોમેન્ટિક છે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાનું બેનર નમાહ પિક્ચર્સ સાથે મળીને કરશે.

કાર્તિક આર્યનની ઈમેજ એક ચોકલેટી બોયની છે, જેના કારણે સાજિદ નડિયાદવાલા એક રોમેન્ટીક લવસ્ટોરી વિશે વિચારી રહ્યા હતા. સાજિદ નડિયાદવાલાને એક એપિક લવ સ્ટોરી મળી છે, જેમાં તેમણે કાર્તિક આર્યનને લેવાનો નિર્ણય કર્યો છે. કાર્તિક આર્યને અત્યાર સુધી ફિલ્મોમાં રોમેન્ટિક પાત્ર ભજવ્યું નથી, ત્યારે આ ફિલ્મમાં તેમનું રોમેન્ટિક પાત્ર જોવા મળશે.

નેશનલ એવોર્ડ વિનર ડાયરેક્ટર સમીર વિદ્વવંસ અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. પ્રી-પ્રોડક્શન વર્ક પૂર્ણ થાય તે પછી અને કોરોનાને કારણે બગડેલ સ્થિતિ સામાન્ય થશે, ત્યારે સાજિદ નડિયાદવાલા આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરશે. ફિલ્મ માટે અભિનેત્રી હજુ સુધી ફાઈનલ કરવામાં આવી નથી. થોડાક દિવસમાં આ ફિલ્મ માટે કઈ અભિનેત્રીને લેવી તેનો પણ નિર્ણય કરવામાં આવશે.

કાર્તિક આર્યનનો આ ફિલ્મમાં નવો અવતાર જોવા મળશે. દર્શકોને કાર્તિક આર્યનનો અવતાર પસંદ પડશે કે નહીં તે તો દર્શકો જ નક્કી કરશે.
Published by:kuldipsinh barot
First published: