લોકડાઉનની વચ્ચે કાર્તિક આર્યને કહ્યું - "21 દિવસમાં પૈસા ડબલ"

News18 Gujarati
Updated: March 25, 2020, 3:07 PM IST
લોકડાઉનની વચ્ચે કાર્તિક આર્યને કહ્યું -
કાર્તિક આર્યન

કાર્તિક આર્યન જલ્દી જ ભૂલ ભૂલૈયા પાર્ટ ટૂમાં નજરે પડશે.

  • Share this:
કોરોના વાયરસને વધતો રોકવા માટે દેશભરમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. અનેક સ્ટાર્સ પણ હાલ ઘરમાં એકલા સમય વ્યતિત કરી રહ્યા છે. અને સાથે જ કોરોના વિષે લોકોને સોશિયલ મીડિયા દ્વારા જાગૃત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ રીતે જ જાગૃત કરવામાં બોલીવૂડ સ્ટાર કાર્તિક આર્યન (Kartik Aaryan) પણ પાછળ નથી. તેમણે પોતાની મોનોલોગ સ્ટાઇલમાં આ પહેલા પણ આ અંગે એક સંદેશો મોકલ્યો હતો. જેમાં તેમણે લોકોને ઘરની બહાર ન જવાની અપીલ કરી હતી. આ વીડિયો એટલો લોકપ્રિય થયો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને શેર કર્યો હતો. અને તે દિવસ કાર્તિક આર્યન સોશિયલ મીડિયામાં છવાઇ ગયા હતા.

જો કે તે પછી કાર્તિક આર્યને 21 દિવસ સુધી લોકડાઉનને લઇને હવે એક ફની મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ મીમમાં હેરાફેરીના અક્ષય કુમારના પોસ્ટરમાં તેમણે પોતાનો ચહેરો મૂક્યો છે. અને નીચે લાઇનમાં લખ્યું છે કે મોદીજી આ લોકો એમ નહીં માને. તે સાંભળવા માંગે છે કે 21 દિવસમાં પૈસા ડબલ. કાર્તિક આ પહેલા પણ આ રીતના ફની મેમ્સ અને ફની વીડિયો મૂકતા આવ્યા છે. અને તેમના આ મીમ્સને પણ લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે.
View this post on Instagram

21 din mein Paisa Double

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onઉલ્લેખનીય છે કે હાલમાં કાર્તિક આર્યન વાસણ માંજતા પણ નજરે પડ્યા હતા. તે સેલ્ફ આઇસોલેશન દરમિયાન ઘરના કામ કરી રહ્યા હતા. વર્ક ફંટની વાત કરીએ તો કોરોનાનો કહેર પૂરો થતા કાર્તિક આર્યન જલ્દી જ ભૂલ ભૂલૈયા પાર્ટ ટૂમાં નજરે પડશે. આ ફિલ્મની શૂટિંગ લખનઉમાં ચાલી રહી હતી. આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ તેમની સાથે લીડ રોલમાં છે. અને આ ફિલ્મને અનીસ બઝ્મી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર અને ફસ્ટ લૂક જાહેર થઇ ગયું છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर