Home /News /entertainment /

કોરોના વાયરસ સામેની જંગમાં કાર્તિક આર્યને 1 કરોડ રુપિયાની કરી સહાય

કોરોના વાયરસ સામેની જંગમાં કાર્તિક આર્યને 1 કરોડ રુપિયાની કરી સહાય

કાર્તિક આર્યન

    બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aryan) પર હવે કોરોન વાયરસ (Coronavirus) સામે ચાલી રહેલી જંગમાં આર્થિક રીતે મદદરૂપ થવા સામે આવ્યા છે. કાર્તિક આર્યને પીએમ-કેયર્સ ફંડમાં 1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે. આ પહેલા અક્ષય કુમાર (Akshay kumar), પ્રોડ્યૂસર ભૂષણ કુમાર, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા જેવા અનેક જાણીતા સેલેબ્રિટી અને બિઝનેસમેન આ ફંડમાં ડોનેશન આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ અંગે કાર્તિક આર્યન લાંબા સમયથી લોકોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતતા ફેલાવી રહ્યા હતા. અને હવે તેમણે આજ બિમારી સામે લડવા આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

    કાર્તિકે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ સમયની માંગ છે. આપણે બધાએ દેશના રૂપમાં એકબીજાની સાથે ઊભા છીએ. હું આજે જે પણ છું જે પણ પૈસા મેં કમાયા છે તે તમામ ભારત દેશની જનતાના કારણે કમાયા છે. અને આપણા માટે હું પીએમ-કેયર્સ ફંડમાં 1 કરોડ રૂપિયા ડોનેટ કરું છું. તમામ દેશવાસીઓને પણ નિવેદન કરું છું કે તેમાં વધુમાં વધુ દાન આપે.

    ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. અને તે 14 એપ્રિલ સુધી ચાલશે. તેવામાં કાર્તિક આ પહેલા લોકોને ઘરે રહેવાની અપીલ કરી ચૂક્યા છે. કાર્તિકે હાલમાં જ પ્યાર કા પંચનામા જેવી કોરોના વાયરસ માટે સ્પેશ્યલ મોનોલોગ બનાવ્યું હતું. જે સોશિયલ મીડિયામાં ખુબ જ હિટ સાબિત થયું હતું. અને પીએમ મોદીએ પણ તેને રિટ્વીટ કર્યું હતું.

    તમને જણાવી દઇએ કે છેલ્લે કાર્તિક પતિ, પત્ની ઔર વોમાં નજરે પડ્યા હતા. તેમની આ ફિલ્મની કો સ્ટાર ભૂમિ પેડનેકરે પણ આ ફંડમાં 30 લાખ ડોનેટ કર્યા છે. આ સિવાય અનુષ્કા શર્મા, કરણ જોહર, કપિલ શર્મા, વરુણ ધવન, અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના જેવા અનેક જાણીતા સ્ટાર્સ આમાં ડોનેટ કરી ચૂક્યા છે. જો કે અક્ષય 25 કરોડ એટલે કે સૌથી મોટી રકમ ડોનેટ કરી છે ત્યાં જ અનુષ્કા શર્માએ પોતાની રકમની જાહેરાત નથી કરી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Coronavirus, Donation, Kartik aaryan, નરેન્દ્ર મોદી, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन