Home /News /entertainment /કાર્તિક આર્યને માતા-પિતા સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 32મો બર્થડે, ફેમિલી ફોટો સાથે લખ્યું ક્યૂટ કેપ્શન!

કાર્તિક આર્યને માતા-પિતા સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 32મો બર્થડે, ફેમિલી ફોટો સાથે લખ્યું ક્યૂટ કેપ્શન!

ફોટોઃ @kartikaaryan

આજે બોલિવૂડના સૌથી યુવા અને સક્સેસફૂલ એક્ટર કાર્તિક આર્યનનો જન્મદિવસ છે. કાર્તિકે પોતાનો જન્મદિવસ માતા-પિતા સાથે સેલિબ્રેટ કર્યો છે. તેણે લેટેસ્ટ પોસ્ટ શેર કરીને પોતાના મમ્મી-પપ્પા માટે ક્યુટ મેસેજ લખ્યો છે.

    મુંબઈઃ બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી એક્ટરમાંથી એક કાર્તિક આર્યનનો આજે જન્મદિવસ છે. તે આજે 32 વર્ષના થઈ ગયા છે. આ ખાસ દિવસે તેણે પોતાની ફેમિલી અને નજીકના મિત્રો સાથે લગ્ન સેલિબ્રેટ કર્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે .આ તસવીરોમાં તેના માતા-પિતા અને પાળતુ કૂતરાને જોઈ શકાય છે. આ તસવીરોમાં તેનો બર્થડે કેક પણ જોવા મળી રહ્યો છે. તેના બેકગ્રાઉન્ડમાં 'લવ યૂ કોકી' પણ લખેલું છે. ઘરે કાર્તિકને પ્રેમથી લોકો કોકી કહીને બોલાવે છે. તેના માતા-પિતાએ કાર્તિકને સરપ્રાઇઝ આપીને ચોંકાવી દીધો હતો.

    કાર્તિક આર્યને બર્થડે સેલિબ્રેશનની તસવીર શેર કરતા લખ્યુ છે, "દરેક જીવનમાં હું તમારા કોકીની રીતે જન્મ લેવા માંગુ છુ. આ સ્વીટ બર્થડે સરપ્રાઈઝ માટે મમ્મી-પપ્પા, કટોરી એન્ડ કીકીનો આભાર." ફોટોમાં કાર્તિકને કમ્ફર્ટેબલ ગ્રે રંગના ટી-શર્ટમાં અને જીન્સમાં જોઈ શકાય છે. કાર્તિકની આ બર્થડે પોસ્ટ પર તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ફેન્સ કોમેન્ટ્સ કરીને શુભકામના પાઠવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ સબા આઝાદ સાથે રહેવા રિતીક ખર્ચશે 100 કરોડ? જાણો એક્ટરે શું કરી સ્પષ્ટતા

    આયુષ્માન ખુરાનાએ હાર્ટ અને કેકવાળા ઈમોજી સાથે 'હેપ્પી બર્થડે કેએ' લખ્યુ છે. રકુલ પ્રીત સિંહે લખ્યુ, "હેપ્પી બર્થડે સ્ટાર!! આવનવારા વર્ષ ખૂબ જ અમેઝિંગ હોય. કદાચ ખુશીઓ પણ ઓછી પડી જાય." તેમજ, કૃતિ સેનને લખ્યુ, "હેપ્પીએસ્ટ બર્થડે બુંટૂ...મારા પાસે તમારા પાસે બેસ્ટ ગિફ્ટ છે...સ્ટે ટ્યૂન્ડ." કૃતિની બહેન નુપુર સેનને પણ 'જન્મદિવસ મુબારક હો!' કહીને બર્થડે વિશ કર્યુ હતું.



    આ પણ વાંચોઃ અજય દેવગણને મળી રાહત, 'થેન્ક ગૉડ'ની સામે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

    કાર્તિકની 'ભૂલ ભલૈયા 2'એ તોડ્યો રેકોર્ડ


    જણાવી દઈએ કે કાર્તિક આર્યન બોલિવૂડના સૌથી યુવા અને સક્સેસફુલ એક્ટર બની ગયા છે. આ વર્ષે તેની 'ભૂલ ભૂલૈયા 2'એ રેકોર્ડ તોડ કમાણી કરી છે. આ વર્ષે સૌથી વધારે કમાણી કરવાવાળી બીજી બોલિવૂડ ફિલ્મ બની છે. ફિલ્મમાં તબ્બૂ અને કિયારા અડવાણી પણ હતાં. તેણે અનીસ બઝ્મીએ ડિરેક્ટ કરી હતી. હવે કાર્તિક શશાંક ઘોષની થ્રિલર 'ફ્રેડી'માં પણ જોવા મળશે. આ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે.

    તેમાં તેની સામે અલાયા પણ જોવા મળશે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Kartik aaryan, કાર્તિક, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन