'Pati Patni Aur woh' Trailer : પત્ની અને "વો"ની વચ્ચે ફસાયો કાર્તિક

News18 Gujarati
Updated: November 4, 2019, 2:54 PM IST
'Pati Patni Aur woh' Trailer : પત્ની અને
પતિ પત્ની વો ટ્રેલર

ફિલ્મની કહાની એક એન્જિનિયરની છે જે પપ્પાની મરજીથી જલ્દી લગ્ન કરી લે છે અને...

  • Share this:
કાર્તિક આર્યન, (Kartik Aaryan), અનન્યા પાંડે (Ananya Panday) અને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) ની તિકડમ એટલે આવનારી ફિલ્મ "પતિ, પત્ની અને વો" (Pati Patni aur Woh) નું ટ્રેલર રિલીઝ થયું છે. જેવું આ ફિલ્મનું નામ છે ફિલ્મની કથા પણ તેવી જ છે લગ્ન કરેલા કાર્તિક આર્યન અને તેના એકસ્ટ્રા મેરિટલ અફેર પર ફિલ્મ આધારીત છે. જેમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીનો રોલ ભજવે છે. ફિલ્મના ટ્રેલરમાં દ્વિઅર્થી ડાયલોગની ભરમાર છે અને કોમેડીનો તડકો ટ્રેલરમાં સાફ દેખવા મળે છે.

ફિલ્મની કહાની એક એન્જિનિયરની છે જે પપ્પાની મરજીથી જલ્દી લગ્ન કરી લે છે અને પછી તેમના જીવનમાં "વો" એટલે કે અનન્યા પાંડેની એન્ટ્રી થાય છે. અને ત્યાં જ તેમના જીવનમાં વોનું ચક્કર શરૂ થાય છે. જો કે આ પહેલા પણ આ પ્રકારની સ્ટોરી રૂપેરી પડદે અનેક વાર જોવા મળી છે. પણ કોમેડીના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં સારી ચાલશે તેમ લાગી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યન અને અનન્યા પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ચર્ચાઓનું માનીએ તો સારા સાથે બ્રેકઅપ પછી કાર્તિક અનન્યા સાથે વધુ નજરે પડી રહ્યા છે. અને ચર્ચા તો એવી પણ છે કે અનન્યા અને કાર્તિક વચ્ચે અફેર પણ ચાલી રહ્યો હોય. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે અને આ સમયે બોક્સ ઓફિસ પર અર્જૂન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ પાનીપત પણ રિલિઝ થવાની છે. તો આ બંને ફિલ્મો એક બીજાને સારી ટક્કર આપશે તેમ લાગી રહ્યું છે.
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading