સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવત'(Padmavat) વિરુદ્ધ કરણી સેના દ્વારા કરવામાં આવેલો વિરોધ પ્રદર્શન યાદ છે? આ પછી હવે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ (Prithviraj) હવે કરણી સેનાના નિશાના હેઠળ આવી ગઇ છે. થોડા સમય પહેલા રાજસ્થાનના જયપુરમાં ચાલી રહેલી આ ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આ પછી કરણી સેનાએ 'પૃથ્વીરાજ' ફિલ્મના નિર્માતા પર ઇતિહાસ સાથે ચેડાં કરવાના આરોપ લગાવ્યો છે. અને ઇતિહાસ સાથે ચેડા ન કરવા માટે લેખિત આશ્વાસન માંગ્યું છે. જો કે આ બાબતે ફિલ્મ નિર્માતા દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ કરણી સેનાના પ્રમુખ મહિપાલ સિંહ મકરાનાએ ફેસબુક લાઇવ કરીને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
અક્ષય કુમારની ફિલ્મના શૂટિંગ દરમિયાન મહિપાલસિંહ મકરાણા અને કરણી સેનાના ઘણા સભ્યો જામવારામગઢ ગામે પહોંચ્યા હતા. તેમણે અહીં પહોંચી કહ્યું કે જ્યાં સુધી તે સ્પષ્ટ નથી થતું કે આ ફિલ્મમાં ઇતિહાસ સાથે કોઇ છેડછાડ નથી થઇ તે શૂટિંગ નહીં થવા દે. જો કે ફિલ્મના નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ખાતરી આપી હતી કે ફિલ્મની સ્ક્રીપ્ટમાં ઐતિહાસિક તથ્યો સાથે કોઈ ચેડાં નથી કરવામાં આવ્યાં. તેમ છતાં કરણી સેનાએ આ પર લેખિતમાં નિવેદન આપવાની વાત કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું ત્યારે અક્ષય કુમાર સેટ પર હાજર ન હતો. મહિપાલસિંહ મકરાણાએ ડાયરેક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીને તેના ફેસબક લાઈવમાં કહ્યું છે કે 'અમે પદ્માવતની જેમ આ ફિલ્મના વિરોધ માટે રસ્તા પર ઉતરવા નથી માંગતા. અમે બસ એટલું કહીએ છીએ કે આ ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે કોઈ ગડબડ થઇ તો અમે ચલાવી નહીં લઇએ."
ઉલ્લેખનીય છે કે આ પહેલા 2018માં રીલિઝ થયેલી સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતને પણ કરણી સેનાનો વિરોધ સહન કરવો પડ્યો હતો. આના કારણે સંજય લીલા ભણસાળીને થપ્પડ ખાવાનો વારો પણ આવ્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ પર અક્ષય કુમાર શું પ્રતિક્રિયા આપે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવશે. અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ માનુષી છિલ્લર આ ફિલ્મથી ડેબ્યૂ કરશે. અને તે આ ફિલ્મમાં પૃથ્વીરાજની પત્નીનો રોલ ભજવશે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર