kareena kapoor: કરીના કપૂરે આ ફિલ્મ માટે આપ્યો હતો ન્યૂડ સીન, હવે કર્યો ખુલાસો

kareena kapoor: કરીના કપૂરે આ ફિલ્મ માટે આપ્યો હતો ન્યૂડ સીન, હવે કર્યો ખુલાસો
કરીના કપૂર

"મેં આ ફિલ્મ માટે મારું સર્વસ્વ આપી દીધું હતું. હું ન્યૂડ થઇ ગઇ હતી." : કરીના કપૂર

  • Share this:
    બોલિવૂડમાં બેબો એટલે કે કરીના કપૂર (Kareena Kapoor)ને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને લાંબો સમય થઇ ગયો. આ વર્ષોમાં તેણે એક પછી એક યાદગાર ફિલ્મો આપી. કોમર્શિયલ હોય કે આર્ટ કરીના કપૂરે તેવા અનેક આઇકોનિક રોલ નિભાવ્યા છે જેને આજે પણ ભૂલી ન શકાય ત્યારે કરીના કપૂરે (Kareena Kapoor Interview) હાલમાં 8 વર્ષ પહેલા આપેલા ઇન્ટીમેટ ન્યૂડ સીન વિષે ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં કરીન કપૂરે પહેલી વાર આ વિષે વાત કરી છે.

    કરીના કપૂરે અનુપમા ચોપડાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમની ટોપ 5 ફિલ્મો અને તેના પર અનુભવો વિષે વાત કરી હતી. જેમાં 2012માં રીલિઝ થયેલી ફિલ્મ હિરોઇન વિષે કરીનાએ કહ્યું કે આ ફિલ્મની એક ક્લિપમાં તેમણે હિરો અર્જૂન રામપાલ સાથે ઇન્ટીમેટ સીન આપવાનો હતો. કરીનાએ આ સીનને લઇને કહ્યું કે આ ફિલ્મ માટે મેં મારું સર્વસ્વ આપી દીધું હતું. હું ન્યૂડ થઇ ગઇ હતી. ફિલ્મમાં ઓડિયન્સ ભલે જ કેવું પણ રિએક્શન આપે પણ મારા માટે આ એક ખાસ અનુભવ હતો.



    વધુ વાંચો : કપિલ શર્માના શો પર અરુણ ગોવિલનો ખુલાસો, 'Bold ફોટોશૂટ માટે આવતા હતા ફોન!'

    તેણે વધુમાં કહ્યું કે "આ રોલ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. હું રોજ ઘરે આવતી અને ખૂબ જ ડિસ્ટર્બ અનુભવતી. મને નથી લાગતું આજના સમયે હું આ રીતનો કોઇ પણ પ્રકારની ફિલ્મ કરી શકીશ" આ ફિલ્મ માટે તેમણે ડાયરેક્ટર મધુ ભંડારકરના ખૂબ જ વખાણ કર્યા હતા. કરીનાએ કહ્યું કે તે દરેક પાત્રને એક ઝીણવટપૂર્વક સમજે છે. કરીનાએ વધુમાં કહ્યું કે આ ફિલ્મ તેમના મનની ખૂબ જ નજીક છે અને તે તેના મતે તેની ટોપ 5 ફિલ્મોમાંથી એક છે.

    વધુ વાંચો : વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની આ તસવીર જોઇ ફેન્સ કહ્યું 'Anakonda'

    ઉલ્લેખનીય છે આ ફિલ્મ 2012માં રીલિઝ થઇ હતી. અને આ ફિલ્મ આ સીનની એક નાની ક્લિપ જ જોવા મળે છે. ત્યારે આ અંગે કરીના કપૂરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.
    Published by:Chaitali Shukla
    First published:March 09, 2020, 10:26 am

    ટૉપ ન્યૂઝ