Home /News /entertainment /શાહિદ કપૂર સાથે બ્રેકઅપ પર આટલા વર્ષો પછી કરીનાએ તોડી ચુપ્પી

શાહિદ કપૂર સાથે બ્રેકઅપ પર આટલા વર્ષો પછી કરીનાએ તોડી ચુપ્પી

જો કે પર્સનલ લાઇફની વાત કરીએ તો કરીના કપૂર સાથે કિસ કરીને પોપ્યુલર થયેલા શાહિદનું નામ સૌથી પહેલા કરીના સાથે જોડાયું હતું. જો કે તેમનું પાછળથી બ્રેકઅપ થઇ ગયું.

'ટશન ફિલ્મે મારી લાઇફ બદલી દીધી, આમાં મને મારો સપનાનો રાજકુમાર મળ્યો!'

બોલિવૂડમાં પ્રેમ અને બ્રેકઅપ સામાન્ય વાત છે. અને આ મામલે સેલેબ્રિટી ભાગ્યેજ ખુલીને બોલતા હોય છે. મોટા ભાગે અમે સહમતિથી છૂટા પડીએ છીએ તેમ કહીને આ વાત પર પડદો પાડી દેવામાં આવે છે. ત્યારે એક સમય તેવો પણ હતો જ્યારે કરીના કપૂર (Kareena Kapoor) અને શાહિદ કપૂર (Shahid Kapoor) એકબીજાના ભરપૂર પ્રેમમાં હતા. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું. વાત લગ્ન સુધી પણ પહોંચી ગઇ હતી. અને ત્યાં જ અચાનક બંને એકબીજાથી અલગ થઇ ગયા. (Kareena Kapoor Shahid Kapoor Breakup) વળી એક સમય તો એવો પણ આવ્યા હતો કે બંને એકબીજાની સામે આવવું કે એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું. વર્ષો સુધી શાહિદ અને કરીના આ બાબતે ચૂપ રહ્યા પણ હવે ફાઇનલી અભિનેત્રી કરીના કપૂરે આ મામલે ચુપ્પી તોડી છે.

કરીના કપૂરે હાલમાં અનુપમા ચોપડાને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેણે પોતાના ફિલ્મ કેરિયર અને પર્સનલ લાઇફ વિષે ખુલીને વાત કરી છે. આ ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરે પોતાની જૂની ફિલ્મોની ક્લિપ જોઇને પ્રતિક્રિયા પણ આપી હતી. જેમાં તેનો કભી ખુશી કભી ગમના આઇકોનિક રોલ પૂની પણ વાત નીકળી હતી. વધુમાં જ્યારે જબ વી મેટ ની ગીતની વાત નીકળી તો તે શાહિદ કપૂર વિષે વાત કરતી નજરે પડી.

" isDesktop="true" id="959737" >

કરીના કપૂરે કહ્યું કે શાહિદ કપૂર જ તેને કહ્યું કે તારે આ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચવી જોઇએ. તે સમયે હું ટશનમાં કામ કરી રહી હતી. અને આ ફિલ્મ માટે મેં સાઇઝ ઝીરો ફિગર કરવા બહુ મહેનત કરી હતી. મને એમ હતું કે ટશન કરીને હું છવાઇ જઇશ અને મેં જબ વી મેટ તેટલી ગંભીરતાથી નહતી લીધી. પણ થયું તેનાથી બિલકુલ ઊંધું.

કરીનાએ કહ્યું કે ભાગ્યનો કંઇક બીજો જ પ્લાન હતો. જીવન તેના હિસાબે જ ચાલે છે. ટશન અને જબ વી મેટ દરમિયાન ધણું બધુ બદલાઇ ગયું. અમારા રસ્તા અલગ થઇ ગયા. પણ ટશનમાં મને સૈફ મળ્યા અને મારું જીવન બદલાઇ ગયું. ઇમ્તિયાઝ અલીની જબ વી મેટ જ તે ફિલ્મ હતી જે પછી શાહિદ અને કરીનાનું બ્રેકઅપ થયું. આ પછી આ બંને સ્ટાર ઉડતા પંજાબમાં સાથે હતા પણ એક પણ સીન તેમણે એકબીજાની સાથે નથી કર્યો. આજે બંને પોતાના સંબંધોમાં આગળ વધી ગયા છે. બંનેએ બે અલગ લોકો સાથે લગ્ન કર્યા છે અને બંનેના બાળકો પણ છે.
First published:

Tags: Kareena kapoor, Shahid Kapoor, બોલીવુડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો