બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) ફરી એકવાર માતા-પિતા બનવા જઇ રહ્યા છે. ઇન્ટરનેટ પર કરીના કપૂર ખાને પ્રેગનેન્સીને લઇને (Kareen Kapoor Khan Pregnant) ચર્ચાઓ હાલ તેજ છે. હાલમાં જ કરીના કપૂર અને સૈફ અલી ખાને એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. જેમાં તેમણે પોતાના પરિવારમાં એક નવા સદસ્યના જોડાવાની વાત કરી હતી. કરીના-સૈફ કહ્યું હતું કે અમને તે કહેતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે જલ્દી જ અમારા પરિવારમાં એક નવો સદસ્ય જોડાવાનો છે. તમામ શુભચિંતકોના પ્રેમ અને સપોર્ટ માટે આભાર
સૈફ અને કરીનાના આ સ્ટેટમેન્ટ પછી તેમને બધી તરફથી શુભકામનાઓ મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ લોકો એક પછી એક તેમને શુભકામના આપી રહ્યા છે. એક્ટ્રેસનું ઇન્સ્ટા એકાઉન્ટ શુભેચ્છાઓથી ભરાઇ ગયું છે. કમેન્ટ સેક્શનમાં તેમને મા બનવા પર શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. બીજી તરફ કરીનાના પિતા રણધીર કપૂરે કહ્યું કે કાશ આ વાત સાચી હોય બે બાળકો તો હોવા જ જોઇએ.
સૈફ અલી ખાનની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાને પણ ઇન્સ્ટાગ્રામ એક પોસ્ટ શેર કરીને કહ્યું છે હું પોતાને રોકી નથી શકતી, શુભેચ્છા કરીના કપૂર ખાન, સુરક્ષિત અને સ્વસ્થ રહો. અને હંમેશાની જેમ ચમકતી રહે.
ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂરે 2012માં લગ્ન કર્યા હતા. જે પછી અભિનેત્રીએ 2016માં પોતાના પહેલા બાળક તૈમૂર અલી ખાનને જન્મ આપ્યા હતો. અને તૈમૂર અલી ખાન હાલ બોલિવૂડનો સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. અને તે હંમેશા ખબરોમાં છવાયેલો રહે છે. ત્યારે ફરીથી કરીના કપૂર ગર્ભવતી થતા તેમને ચારે તરફથી શુભકામના આપવામાં આવી રહી છે.
Published by:Chaitali Shukla
First published:August 12, 2020, 18:32 pm