કરણ જોહર અને કંગના વચ્ચે 'મિત્રતા' થઇ રહી હતી અને રંગોલીએ મારી બ્રેક

News18 Gujarati
Updated: January 30, 2020, 4:58 PM IST
કરણ જોહર અને કંગના વચ્ચે 'મિત્રતા' થઇ રહી હતી અને રંગોલીએ મારી બ્રેક
કંગના અને કરણ

"પ્લીઝ કંગનાથી દૂર રહો તેમાં જ તમામની ભલાઇ છે." : રંગોલી

  • Share this:
કરણ જોહર (Karan Johar) અને કંગના રનૌત (Kangana Ranuat) જ્યારે પણ સાથે આવે છે વિવાદ થવાની સંભાવના સો ટકા વધી જાય છે. જો કે હાલમાં જ પદ્મ પુરસ્કારો માટે એક વાર ફરી તેમના નામ સાથે સામે આવ્યા છે. કંગના અને કરણ બંનેને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કારોની જાહેરાત થતા જ બંનેએ એકબીજાને શુભેચ્છા પાઠવી. કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કરણના વખાણ કરતા કહ્યું છે કે તેમના આ પુરસ્કારો તેમની લાયકાત માટે મળ્યો છે. તો કરણ જોહરે પણ કહ્યું કે જો મારી પાસે કોઇ સારી સ્ક્રીપ્ટ આવી તો તે કંગના સાથે કામ કરવા ઇચ્છીશ. પણ આ બંને વચ્ચે મિત્રતાની સંભાવનાઓ વધે તે પહેલા આ મિત્રતાને કંગનાની બહેને ટ્વિટનો મારો કરીને બ્રેક લગાવી દીધી.

રંગોળી લખ્યું કે કરણ જોહરનું કહેવું છે કે જેવી જ કોઇ સારી સ્ક્રિપ્ટ આવશે તે કંગનાને ફોન કરશે, અરે ભાઇ સાહેબ તમારા અને મારા ઇચ્છવાથી શું થાય છે, કંગનાને સ્ક્રિપ્ટ જોઇએ છે. શું તમારી પાસે ક્યારેય તેના લાયક સ્ક્રિપ્ટ હશે. બીજા ટ્વિટમાં કંગના લખ્યું કે છેલ્લી વાર કંગનાએ કરણની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ જોઇ હતી તે ખૂબ જ પરેશાન થઇ ગઇ હતી કે જ્યાં એક કેન્સર પેશન્ટની કેમોથેરેપી ચાલી રહી છે તેમ છતાં હિરો તેની પાછળ પડ્યો છે. જબરદસ્તી કરે છે અને તેને કહે છે તું મારી થઇ જા હવે તો તને કેન્સર છે.રંગોલી વધુમાં લખ્યું કે કંગના આ જોયા પછી લાંબા સમય સુધી શોક રહી. કરણ જોહર જી, આવી સ્ક્રિપ્ટ લઇને આવશો તો ભગવાન જ તમને બચાવશે, પ્લીઝ કંગનાથી દૂર રહો તેમાં જ તમામની ભલાઇ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઇ મિરરમાં આપેલા કરણના એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે કંગના અને મારી વચ્ચે તણાવને લઇને એટલું બધુ કહેવામાં આવ્યું છે. પણ અમે જ્યારે પણ પબ્લિક પ્લેસમાં મળ્યા છીએ અમે એકબીજાથી વિનમ્રતા રાથી છે. કાલે જો મારી પાસે કોઇ ફિલ્મ છે જેમાં મને લાગે કે મારે કંગનાની જરૂર છે તો હું તેને ચોક્કસથી ફોન કરીશ. જે પણ પ્રોબ્લેમ હોય કે સોશિયલ મીડિયામાં જે પણ કહેવામાં આવ્યું તે મારા માટે મહત્વનું નથી.
First published: January 30, 2020, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading