Home /News /entertainment /Karan Johar on Pathan: 'પઠાણ'ની સફળતા પર કરણ જોહરે કહ્યું- 'બૉયકોટ ટ્રેન્ડ' એક મિથ છે, જો ફિલ્મ સારી હોય તો...

Karan Johar on Pathan: 'પઠાણ'ની સફળતા પર કરણ જોહરે કહ્યું- 'બૉયકોટ ટ્રેન્ડ' એક મિથ છે, જો ફિલ્મ સારી હોય તો...

ફાઇલ તસવીર

Karan Johar on Pathan: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતા કરણ જોહરે સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને પોતાના દિલની વાત કહી છે અને કિંગ ખાનની ફિલ્મના વખાણ કર્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ 'પઠાણ' તેની રિલીઝના પહેલા જ દિવસે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. માત્ર ચાહકો જ નહીં, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં કરણ જોહર પણ સામેલ થઈ ગયા છે. તે શાહરૂખ ખાનની ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તેના વખાણ કરી રહ્યો છે. હવે કરણ જોહરે શાહરૂખની ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે અને સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કર્યા છે.

શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ' એ શરૂઆતના દિવસે જ ઈતિહાસ રચી દીધો હતો. આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ શાનદાર પર્ફોમ કર્યું હતું. રિપોર્ટ્સનું માનીએ તો આ પહેલી હિન્દી ફિલ્મ છે જેણે રિલીઝના પહેલા દિવસે 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. હવે આ ફિલ્મના વખાણ કરતા કરણ જોહરે કહ્યું છે કે, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને કેટલી બધી ગેરસમજો હતી, હવે તેને ખબર પડી ગઈ છે..


સોશિયલ મીડિયામાં કરણે દિલની વાત કીધી


કરણ જોહરે સોશિયલ મીડિયા પર 'પઠાણ' વિશે લખ્યું છે કે, ‘જે મિથ પર બોલિવૂડ ભરોસો કરી રહ્યું છે, પઠાણે તે માન્યતાને ખોટી સાબિત કરી છે.’ શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મનું પોસ્ટર શેર કરતા કરણે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ હતુ કે, ‘એક શાનદાર ફિલ્મથી વધુ કંઈ મહત્વનું નથી. ફિલ્મની જબરદસ્ત સફળતાએ સાબિત કર્યું છે કે વધુ પ્રમોશન, ટ્રોલિંગ અથવા બહિષ્કારની ધમકીઓ મળવાથી કોઈ પણ ફિલ્મને નુકસાન પહોંચાડી શકતું નથી.’ કરણે શાહરૂખના 'પઠાણ'ની સફળતાની ફોર્મ્યુલાને આગળ ડીકોડ કરીને લખ્યુ હતુ કે, ‘વિશ્વાસ અને મજબૂત ટ્રેલર, આ બધી વસ્તુઓ છે જે ફિલ્મને સફળ બનાવવા માટે જરૂરી છે! હું સિદ (ફિલ્મ દિગ્દર્શક સિદ્ધાર્થ), ભાઈ (શાહરૂખ ખાન), ભાઈજાન (સલમાન ખાન), જોન (જ્હોન અબ્રાહમ), ડીપી (દીપિકા પાદુકોણ) માટે ખુશ છું!’

આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓ આનંદો, બજેટમાં મોટી જાહેરાત થાય તેવી શક્યતા

બોક્સ ઓફિસ પર સફળતાના પરચમ લહેરાવતી ફિલ્મ ‘પઠાણ’


શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ’ એ ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 165 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે શરૂઆતના દિવસે 55 કરોડની કમાણી કરી હતી. ફિલ્મને જાહેર રજા (26 જાન્યુઆરી)ના દિવસે ઘણો નફો થયો હતો. બીજા દિવસે 70.5 કરોડનું કલેક્શન કર્યું. તો વળી, ત્રીજા દિવસે ફિલ્મે 39.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 166.75 કરોડ રૂપિયા થઈ ગયું છે. હિન્દી ભાષામાં કુલ રૂ. 161 કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે ડબ્ડ વર્ઝને (અન્ય ભારતીય ભાષાઓમાં) રૂ. 5.75 કરોડનું કલેક્શન કર્યુ હતું.
First published:

Tags: Deepika Padukone, Dipika Padukone, Karan johar, Pathaan, Shah Rukh Khan

विज्ञापन