ન્યૂઝ18 ગુજરાતી: વર્ષ 2008માં આવેલી કરણ જોહરની હિટ ફિલ્મ 'દોસ્તાના' ની સિક્વલની જાહેરાત થઇ ગઇ છે. 'દોસ્તાના 2' માં કાર્તિક આર્યન અને જાન્હવી કપૂરને લીડ તરીકે રજૂ કરવામાં આવશે. 2008 માં ફિલ્મના દિગ્દર્શક તરુણ મનસુખાની હતા, આ વખતે આ ફિલ્મને તરુણ મનસુખાની નિર્દેશિત કરશે તે નક્કી નથી.
ટ્વિટર પર તેની ફિલ્મની જાહેરાત કરતા કરણ જોહરે કહ્યું કે ફિલ્મમાં મુખ્ય જોડી કોણ લેશે. જો કે, આ ફિલ્મમાં અન્ય એક હીરોની એન્ટ્રી હશે, જેનાથી આ ફિલ્મની ત્રિપૂટી પૂર્ણ થશે.
કરણે ટ્વિટર પર લખ્યું કે ટૂંક સમયમાં તે આ ફિલ્મના ત્રીજા હીરોનું નામ જાહેર કરશે. હાલમાં તે ત્રીજા 'યોગ્ય એકટર' ની આ વિશ્વ સામે મુલાકાત કરવા જઇ રહ્યા છે.
અભિષેક અને જ્હોન
2008માં રજૂ થયેલી ફિલ્મમાં અભિષેક બચ્ચન અને જ્હોન અબ્રાહમની જોડીએ કામ કર્યું હતું. પ્રિયંકા ચોપરા આ ફિલ્મમાં લીડ રોલમાં હતી અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં હતા.
આ વખતે ફિલ્મમાં બે હીરો અને એક હિરોઇન હશે, પરંતુ ફિલ્મની કહાનીમાં શું ફેરફાર થશે તે જોવાનું રસપ્રદ રહેશે. આ ફિલ્મના નિર્દેશક ડેબ્યૂ કરનારા નિર્દેશક કૉલિન ડાકુન્હા કરશે.
સુપરહિટ હતી ફિલ્મ
કરણ જોહરની 2008ની ફિલ્મ સુપર હિટ ફિલ્મ હતી. એક દિવસ પહેલા જ કરણે આ ફિલ્મના સિક્વલ વિશે ચર્ચા કરી હતી અને એક વીડિયો શેર કરી લોકોને લોકોને સંકેત આપ્યો હતો.
દોસ્તાના બે એવા લોકોની કહાની હતી જે એક એપાર્ટમેન્ટમાં ઘર લેવા માટે સમલૈંગિક ( પુરુષ-પુરુષ અને મહિલા-મહિલા વચ્ચે )ના સંબંધ હોવાનું નાટક કરે છે અને ઘરમાં રહેનાર છોકરીને પ્રેમ કરવા લાગે છે.
આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીનું સોન્ગ 'Shut Up & Bounce' ખાસ લોકપ્રિય હતું અને લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર