Home /News /entertainment /રણવીર સિંહનો સૌથી મોટો ફેન છે આ કોમેડિયન, એક્ટરની કરી એવી નકલ કે હસી-હસીને થઈ જશો લોટપોટ!
રણવીર સિંહનો સૌથી મોટો ફેન છે આ કોમેડિયન, એક્ટરની કરી એવી નકલ કે હસી-હસીને થઈ જશો લોટપોટ!
ફોટોઃ @sidharthsagar.official
રણવીર સિંહ હાલ પોતાની આવનારી ફિલ્મ 'સર્કસ'ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત ચાલી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે 'સર્કસ'ની પૂરી ટીમ 'ધ કપિલ શર્મા શો'ના સેટ પર પહોંચી હતી. શોના સેટ પર કોમેડિયન સિદ્ઘાર્થ સાગર પોતાના એક્ટથી સૌ કોઈને સરપ્રાઈઝ કરી દે છે. તેણે રણવીર સિંહ સામે જ તેની નકલ કરી. સિદ્ધાર્થ રણવીરની જેવા જ કપડાં પહેરેલો જોવા મળ્યો હતો.
મુંબઈઃ રણવીર સિંહ પોતાના અભિનય સિવાય પોતાની ફેશન સેન્સથી સૌ કોઈને દિવાના બનાવે છે. હવે આ ફેનક્લબમાં પ્રખ્યાત કોમેડિયન સિદ્ધાર્થ સાગર પણ સામેલ થઈ ગયો છે. સિદ્ધાર્થ સાગર હાલ 'ધ કપિલ શર્મા' શોમાં જોવા મળ્યો હતો. હાલમાં જ તેણે પોતાના આઇકૉન રણવીર સિંહની નકલ કરી લાઈમલાઈટમાં આવ્યો હતો. હકીકતમાં, રણવીર સિંહ હાલ પોતાની આવનારી ફિલ્મ 'સર્કસ'ને લઈને વ્યસ્ત ચાલી રહ્યો છે. તે આ ફિલ્મના પ્રમોશનના સિલસિલામાં 'ધ કપિલ શર્મા શો' પર પહોંચે છે.
શો પર રણવીર સિંહને સિદ્ધાર્થ સાગરે પોતાના એક્ટથી સરપ્રાઈઝ કરી દીધો હતો. સિદ્ધાર્થ રણવીર સિંહની સ્ટાઈલમાં ગુલાબી રંગનું સૂટ પહેરીને તેની નકલ ઉતારે છે. સિદ્ધાર્થ રણવીરને પોતાની સામે જોઈને ભાવુક થતો જોવા મળે છે. રણવીરની સાથે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લખ્યુ, "રણવીર સિંહની એનર્જી કમાલની છે. તે બી-ટાઉનના બેહતરીન એક્ટર્સમાંથી એક છે. અત્યાર સુધી જેની સાથે હું મળ્યો છુ તેમાંથી રણવીર સિંહ સૌથી શાનદાર માણસ છે. આ મારા માટે એક ખુશી અને ખૂબ જ ગર્વની વાત છે, મેં રણવીરની સામે જ તેની નકલ કરી એક્ટ કર્યુ હતુ."
સોની ટીવી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા પ્રોમો વીડિયોમાં ફિલ્મની પૂરી ટીમ શોના સેટ પર ધમાકેદાર એન્ટ્રી કરે છે. પૂજા હેગડે વાદળી રંગના કપડામાં જોવા મળે છે, ત્યારે જેક્લિન ફર્નાંડિઝ પિન્ક કલરના વેસ્ટર્ન ડ્રેસમાં જોવા મળે છે.
રણવીર સિંહની ફિલ્મ 'સર્કસ' નાતાલના તહેવારે એટલે 23 ડિસેમ્બરે થિયેટરમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યુ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ પૂજા હેગડે અને જેક્લિન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં કોમેડિયન જૉની લીવર, કોમેડિયન અને એક્ટર વરુણ શર્મા, સંજય મિશ્રા, સિદ્ધાર્થ જાધવ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર