જાવેદ અખ્તરના માનહાનિ કેસ પર કંગનાએ કહ્યું, 'એક હતી સિંહણ...એક વરુઓનું ટોળું'

જાવેદ અખ્તરના માનહાનિ કેસ પર કંગનાએ કહ્યું, 'એક હતી સિંહણ...એક વરુઓનું ટોળું'
કંગના અને જાવેદ અખ્તર

ઉલ્લેખનીય છે કે કંગના રનૌટે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલમાં વાતચીત દરમિયાન જાવેદ અખ્તરને ધમકી આપવા સમતે અનેક ચોંકવનારા આરોપ લગાવ્યા હતા. હવે જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ કાનૂની પગલા ઉઠાવી તેની પર માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે.

 • Share this:
  બોલિવૂડના જાણીતા સંગીતકાર જાવેદ અખ્તર (Javed Akhtar)એ હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌટ (Kangana Ranaut)ની વિરુદ્ધ માનહાનિનો કેસ (Defamation Case) દાખલ કર્યો છે. કંગના રનૌટે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે કંગના રનૌટે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલમાં વાતચીત દરમિયાન જાવેદ અખ્તરને ધમકી આપવા સમતે અનેક ચોંકવનારા આરોપ લગાવ્યા હતા. હવે જાવેદ અખ્તરે કંગના વિરુદ્ધ કાનૂની પગલા ઉઠાવી તેની પર માનહાનિનો કેસ દાખલ કરાવ્યો છે. જાવેદ અખ્તર દ્વારા માનહાનિનો કેસ દાખલ કરાવતા કંગના રનૌટ તેના પર પ્રતિક્રિયા આપી હતી.

  કંગના રનૌટે એક ટ્વિટ કરીને કહ્યું કે જાવેદ અખ્તર પર માનહાનિનો કેસ મામલે ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે એક હતી શેરની...અને એક વરુઓનું ટોળું' આ સાથે કંગનાએ શિવસેનાના નેતા સંજય રાઉતને પણ આ ટ્વિટ શેર કર્યું છે. જેમાં તેણે જાવેદ અખ્તર પર કેસ દાખલ કરવાની વાત કરી હતી.
  પોતાના ટ્વિટમાં સંજય રાઉતે લખ્યું કે ગીતકાર જાવેદ અખ્તરને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ટેલિવિઝન પર અપમાનજનક નિવેદન આપવા મામલે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌટ વિરુદ્ધ અપરાધિક ફરિયાદ નોંધાવી છે. મુંબઇના અંધેરી મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટની સામે ફરિયાદ નોંધાવી છે.

  વધુ વાંચો : Video: અર્નબ ગોસ્વામીની ધરપકડ પર કંગના ભડકી, કહ્યું- કેટલા લોકોનો અવાજ બંધ કરશો?

  ઉલ્લેખનીય છે કે કે કંગના રનૌટે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઋતિક રોશન મામલે જાવેદ અખ્તર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું જાવેદે મને કહ્યું કે રાકેશ રોશન અને પરિવાર મોટા લોકો છે. જો તું માફી નહીં માંગે તો તું ક્યાંયની પણ નહીં રહે. તે તને જેલમાં નાંખી દેશે અને તમારી પાસે પોતાને નુક્શાન પહોંચાડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે. તું આત્મહત્યા વિષે પણ વિચારી શકે છે. કંગનાએ તે પણ કહ્યું કે જ્યારે મેં તેની વાત ન માની તો તે મારા પર ખરાબ રીતે ગુસ્સે થયા હતા.

  નોંધનીય છે કે કંગનાએ આજે અર્નબ ગોસ્વામીની ધરપકડ મામલે પણ ટિપ્પણી કરી હતી. મુંબઇ પોલીસએ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની ધરપકડ કરી હતી. આ ઘટના પછી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌટ (Kangana Ranaut)એ મહારાષ્ટ્ર સરકાર પર ફરી એકવાર પ્રહાર કર્યો છે. આ મામલે તેણે વીડિયો શેર કરી પોતાના ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
  Published by:Chaitali Shukla
  First published:November 04, 2020, 16:45 pm

  टॉप स्टोरीज