Home /News /entertainment /'પઠાણ'ને પાકિસ્તાન-ISIS સાથે જોડીને ફસાઈ કંગના, SRKની ફિલ્મ પર કરી ટ્વિટ અને થઈ ગઈ ટ્રોલ
'પઠાણ'ને પાકિસ્તાન-ISIS સાથે જોડીને ફસાઈ કંગના, SRKની ફિલ્મ પર કરી ટ્વિટ અને થઈ ગઈ ટ્રોલ
કંગનાના ફરી બની ટ્રોલર્નો શિકાર
કંગનાની ટ્વિટર પર વાપસીએ ફરી સોશિયલ મીડિયા પર હોબાળો કર્યો છે. હાલ, તેણીએ શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' પર પોતાની પ્રતિક્રિયા આપી છે, જેને લઈને તેણી ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. કંગનાએ ફિલ્મને પાકિસ્તાન અને ISIS સાથે સરખાવતા યુઝર્સ રોષે ભરાયા હતાં.
મુંબઈઃ બોલિવૂડના કિંગ ખાનની ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ' રિલીઝ થઈ ગઈ છે અને શાનદાર કમાણી કરી રહી છે. 4 વર્ષથી વધુ સમય પછી, શાહરુખ ખાન આ ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ પર પાછો ફર્યો અને બોલિવૂડનો દુષ્કાળ કાળ પણ લગભગ પૂરો થઈ ગયો છે. પઠાણ સતત હાઉસફુલ જઈ રહી છે અને કિંગ ખાનના ફેન્સ પણ ભરપુર પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ, બોલિવૂડની 'પંગા ક્વીન' એટલે કે કંગના રનૌતે શાહરૂખની તાજેતરની ફિલ્મ 'પઠાણ' પર પોતાની ટિપ્પણી આપી છે. ટ્વિટર પર વાપસી સાથે જ કંગનાએ 'પઠાણ' સાથે પંગો લઈ લીધો છે, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેણીને ઘેરી લીધી છે.
કંગના રનૌતને હાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. કંગનાએ ફિલ્મ પઠાણના કોન્ટેન્ટ સામે પોતાની વાત મુકી છે. કંગનાએ ફિલ્મના નકારાત્મક પાસા તરફ પણ ઈશારો કર્યો છે. અભિનેત્રી કંગના રનૌતે પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કર્યુ છે કે, જે લોકો દાવો કરી રહ્યા છે કે પઠાણ નફરત પર પ્રેમની જીત છે, હું સંમત છુ, પરંતુ કોનો પ્રેમ કોની નફરત પર? ચાલો ઠીક છે સમજીએ કે કોણ ટિકીટ ખરીદી રહ્યુ છે અને તેને સફળ બનાવી રહ્યુ છે? હા, ભારતનો પ્રેમ અને સમાવેશ ચે જ્યાં 80 ટકા હિંદુ રહે છે અને છતાં પઠાણ નામની એક ફિલ્મ છે.'
કંગનાએ તેના ટ્વિટમાં આગળ લખ્યું- 'જે દર્શાવે છે કે આપણો દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIS સારા પ્રકાશમાં સફળતાપૂર્વક ચાલી રહ્યુ છે, આ ભારતની ભાવના છે નફરત અને નિર્ણયથી ઉફર જે તેને મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેણે દુશ્મનોની નીચી રાજનીતિને જીતી લીધી છે. પરંતુ જે લોકો ખૂબ જ આશા છે કૃપા કરીને ધ્યાન આપો, પઠાણ ફક્ત એક ફિલ્મ હોય શકે છે. ગુંજશે તો અહીં ફક્ત જય શ્રી રામ જ.'
આ ટ્વીટને લઈને કંગના ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. ઘણા યુઝર્સે આ ટ્વિટને લઈને કંગનાને ઘેરી લીધી છે. જોકે, આ ફેન્સ સાથે સારુ નથી થયું કારણકે તેણીએ પહેલા ફિલ્મની પ્રશંસા કરી અને પછી યૂ-ટર્ન લઈ લીધો. એક ચાહકે કંગનાને જણાવ્યુ કે 'પઠાણ'ની એક દિવસની કમાણી તેની જીવનભરની કમાણી છે.
ત્યારબાદ બાદ કંગનાએ યુઝર્સને જવાબ આપ્યો અને લખ્યું, નિમો ભાઈ, મારી કોઈ કમાણી બાકી નથી. મેં મારું ઘર, મારી ઓફિસ, મારી પાસે જે છે તે બધું જ ગીરો મૂક્યું છે, માત્ર એક એવી ફિલ્મ બનાવવા માટે જે ભારતના બંધારણ અને આ મહાન રાષ્ટ્ર પ્રત્યેના આપણા પ્રેમની ઉજવણી કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર