Home /News /entertainment /

'રંગોલી'એ કહ્યું રોશન પરિવાર હૃતિકની બહેન સાથે કરે મારપીટ

'રંગોલી'એ કહ્યું રોશન પરિવાર હૃતિકની બહેન સાથે કરે મારપીટ

કંગના રનૌટની બહેન રંગોલીએ કહ્યું કે હૃતિક રોશનની બહેન સુનૈના કંગનાને ફોન કરી મદદ માંગે છે.

કંગના રનૌટની બહેન રંગોલીએ કહ્યું કે હૃતિક રોશનની બહેન સુનૈના કંગનાને ફોન કરી મદદ માંગે છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌટ અને અભિનેતા હૃતિક રોશન વચ્ચેનો વિવાદ થમી રહ્યો નથી. બંને એકબીજા પર આક્ષેપો લાદવાનું ચાલુ રાખશે. તાજેતરમાં કંગના રનૌટની બહેન રંગોલીએ હતિક રોશન અને તેના પરિવાર સામે મોટા આરોપો કર્યા છે. રંગોલીએ દાવો કર્યો છે કે રોશનનો પરિવાર હૃતિકની બહેન સુનૈના સાથે મારપીટ કરે છે. રંગોલીએ તેમના દાવાને લઇને એકબાદ એક ટ્વીટ કર્યા છે.

    રંગોલીએ તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા દાવો કર્યો છે કે હૃતિક રોશનનો પરિવાર સુનૈનાને પરેશાન કરે છે. રંગોલીએ કહ્યું કે સુનૈનાએ કંગનાને ફોન કરી આ કેસમાં મદદ માંગી છે. રંગોલીના ટ્વીટ્સ અનુસાર, રોશન પરિવાર સુનૈના પર એ માટે મારપીટ કરે છે કારણ કે તે દિલ્હીના મુસ્લિમ છોકરાને પ્રેમ કરે છે. વધુમાં રંગોલીએ જણાવ્યું હતું કે એક મહિલા પોલીસ કર્મીએ સુનૈનાને થપ્પડ મારી હતી અને પિતા રાકેશ રોશન પણ તેની સાથે મારપીટ કરતા હતા.



    રંગોલીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે 'તેમના પિતાએ તેમને ફટકારી હતી અને તેનો ભાઈ તેમને બંધ રાખવા માંગતો હતો. મને ડર છે કે તેમનો જોખમી પરિવાર તેમને નુકસાન પહોંચાડી શકે છે. અમે આ વસ્તુ જાહેર એટલે કરી છે કારણ કે સુનૈના હંમેશાં કંગનાને ફોન કરી રડે છે. કંગનાને ખબર નથી કે સુનૈનાની કેવી રીતે મદદ કરવી, તેથી તેણીએ સુનૈનાનો નંબર બ્લોક કરી દીધો છે.



    ટિપ્પણીના જવાબમાં રંગોલીએ એમ પણ કહ્યું કે તેણે સુનૈનાની વિનંતી પર આ બાબતો જાહેર કરી છે અને તેઓએ તમામ કૉલ્સ અને મેસેજ રેકોર્ડ કર્યા છે. રંગોલીને ડર છે કે રોશન પરિવાર કંગનાને નુકસાન પહોંચાડી શકે છે.



    આ પહેલાં, હૃતિક રોશનની બહેન સુનૈના રોશન કથિત રીતે ટ્વીટ કરીને કંગના રનૌટનના સપોર્ટમાં આવી હતી. થોડા સમય પહેલા કંગના રનૌટની બહેન રંગોલી ચંદેલએ એવો દાવો કર્યો હતો કે સુનૈના રોશનને ફોન કરી હૃતિક-કંગનાની આ બાબતે માફી માંગી હતી. હવે રંગોલીના નવા દાવાએ તમામને આશ્ચર્ય કર્યા છે.



    આ પહેલા સુનૈનાના ટ્વિટર એકાઉન્ટની કેટલીક પોસ્ટ્સ વાયરલ થઇ હતી. જેમાં તેણે કહ્યું કે તે નરકમાં જઇ રહી છે. તેમણે એક અન્ય ટ્વીટમાં લખ્યું, 'મને જીવનમાં ખબર નહોતી કે હું આવા નરકનો અનુભવ કરીશ. બીજી બાજુ સુનૈનાના સ્વાસ્થ્યના સમાચાર પણ લાંબા સમયથી ચાલી રહ્યા હતા. જો કે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા, સુનૈનાએ કહ્યું કે તે એકદમ સરસ છે. તે જ સમયે સુનૈનાએ ખુલ્લી રીતે કાંગનાને ટેકો આપ્યો હતો અને તેના પહેલા સમર્થન માટે પણ માફી માંગી હતી.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Hrithik roshan, Kangana ranaut, Rangoli, બોલીવુડ

    આગામી સમાચાર