કંગના રનૌતની (Kangna Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અવાર નવાર કોઇને કોઇ બોલિવૂડ સ્ટારની ક્લાસ લેતી નજરે પડે છે. તેણે પહેલા જ સોશિયલ મીડિયામાં પોતાને કંગનાની મેનેજર જણાવી ચૂકી છે. અને હવે તેમણે આ વખતે રિતિક રોશન પર એક ફોટો મૂકીને વાર કર્યો છે. રિતિક રોશન (Hrithik Roshan) અને રંગોળીની એક જૂની તસવીર શેર કર્તા તેને રિતિકને પપ્પુજી કહ્યો છે. સાથે જ નીચે એક મોટો ખુલાસો કર્યો છે.
રંગોળીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રીતિકનો સ્માઇલ સાથેને ફોટો શેર કરતા લખ્યું છે કે "આ દેખો પપ્પૂજી, આખો દિવસ મને ઇમ્પ્રેસ કરવામાં રહેતા હતા જેથી મારી બહેનના ગુડ બુક્સમાં આવી શકે અને આજે કહે છે કે હમ આપ કે હૈ કોન?" ઉલ્લેખનીય છે કે રંગોલીની આ તસવીર જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. અને આ કારણે આ ફોટો ખૂબ જ જલ્દીથી વાયરલ પણ થઇ રહ્યો છે અને લોકો કોમોન્ટ પણ કરી રહ્યા છે.
Yeh dekho Pappu ji, sara din mujhe impress karne mein laga rehta tha taki meri bahen ki good books mein aa jaye, aur aaj kehta hai hum aapke hain kaun 😂😁😁 pic.twitter.com/KLj7Gc0YYo
તે વાત તો બધા જ જાણે છે કે રિતિક રોશન અને કંગના રનૌત વચ્ચે જોરદાર વિવાદ થયો હતો જે કોર્ટ સુધી પહોંચ્યો હતો. કંગનાએ રિતિક સાથે સંબંધનો દાવો કર્યો હતો જેને રિતિકે ફેક યુઝર આઇડીની ભૂલ કહી નકાર્યો હતો. જો કે રંગોલી આ વિવાદ પછી અનેક વાર ટ્વીટ કરી ચૂકી છે અને સમય સમય પર બોલતી પણ નજરે પડે છે. અને ખાલી રિતિક જ નહીં તેણે નેહા ધૂપિયા અંગે પણ ટ્વિટ કર્યું હતું. તાપસી પન્નુથી લઇને દીપિકા પાદુકોણ સમેત અનેક બોલિવૂડ સ્ટાર્સ પર રંગોળી અત્યાર સુધીમાં ટ્વિટરના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી ચૂકી છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર