કંગના રનૌટની બહેન પર કોણે ફેંક્યું હતું એસિડ? વર્ષો પછી જતું કર્યું આ દુ:ખ

News18 Gujarati
Updated: January 9, 2020, 3:51 PM IST
કંગના રનૌટની બહેન પર કોણે ફેંક્યું હતું એસિડ? વર્ષો પછી જતું કર્યું આ દુ:ખ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના ટ્વિટર નિવેદનોના કારણે જાણીતી છે. રંગોલી પોતાને કંગનાની મેનેજર કહે છે. અને તે હંમેશા સોશિયલ મીડિયા અને ટ્વિટર પર અલગ અલગ મુદ્દા પર નિવેદન આપી સમાચારોમાં છવાયેલી રહે છે. પણ હાલ તેણે એક તેવું ટ્વિટ મૂક્યું છે જે તેની મુશ્કેલી વધારી શકે છે. અનેક યુઝર્સે તેના આ ટ્વિટ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે રંગોલી ચંદેલ નફરત અને ફેક ન્યૂઝને ફેલાવી રહી છે.

...અને આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.

  • Share this:
દીપિકા પાદુકોણ (Deepika Padukone) ફિલ્મ છપાક (Chhapaak) હાલ ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને એક તરફ જ્યાં વિવાદ થઇ રહ્યા છે. ત્યાં જ અનેક લોકો તેના સમર્થનમાં પણ છે. આ વચ્ચે કંગનાની બહેન રંગોલી ચંદેલ (Kangana Ranaut Sisiter Rangoli Chandel) વર્ષો પહેલા પોતાની સાથે થયેલા ભયાનક એસિડ અટેક વિષે વાત કહી. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમની પર એસિડ અટેક થયો હતો.

રંગોલી ચંદેલે ટ્વિટર પર લખ્યું કે મારી પર એસિડ અટેક કરનાર વ્યક્તિનું નામ હતું અવિનાશ શર્મા, તે દિવસોમાં હું કોલેજમાં હતી. અને તે યુવકે મને પ્રપોઝ કરી. પણ હું તેને પ્રેમ નહતી કરતી એટલે મેં તેને ઇગ્નોર કરવાનું શરૂ કર્યું. પણ તે બધાને કહેતો હતો કે એક દિવસ હું તેનાથી લગ્ન કરીશ.

રંગોળીએ આગળ કહ્યું કે મારા માતા-પિતાએ એક એરફોર્સ ઓફિસરથી મારી સગાઇ નક્કી કરી. તો તે લગ્નની જીદ લઇને બેસી ગયો. મેં તેનો વિરોધ કર્યો તો તેણે મારી પર તેજાબ ફેંકવાની ધમકી આપી. પણ મેં આ ધમકી પર ધ્યાન ન આપ્યું. મેં ના તો મારા માતા-પિતાને આ વાત જણાવી અને ના જ પોલીસમાં આની ફરિયાદ કરી...અને આ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.

રંગોલીના ટ્વિટ


રંગોળી કહ્યું કે તે વખતે હું એક પીજીમાં ચાર છોકરીઓ સાથે રહેતી હતી. અને એક દિવસ એક યુવક આવ્યોને મારા વિષે પુછવા લાગ્યો. મારી મિત્ર વિજયાએ જણાવ્યું કે કોઇ તારા વિષે પુછે છે. મેં દરવાજો ખોલ્યો તો તેણે ભરેલો જગ લઇને ઊભો હતો અને તે એક સેકન્ડ મારી માટે 'છપાક' હતી.

રંગોલી વર્ષો પહેલા એસિડ અટેકના અસહનીય દુખથી પસાર થઇ ચૂકી છે. તેમણએ થોડા સમય પહેલા જ આ વિષે જણાવ્યું હતું. આ ઘટનાને યાદ કરીને આજે પણ રંગોલી અંદરથી હચમચી જાય છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમનો આખો ચેહરો ખરાબ રીતે બળી ગયો હતો. વર્ષો પછી છપાક દ્વારા તેમણે પોતાની પર થયેલા એસિડ અટકેની ઘટનાનું દુખ સોશિયલ મીડિયા પર અભિવ્યક્ત કર્યું.
First published: January 9, 2020, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading