રણવીર, રણબીર કપૂર, અયાન અને વિકી ડ્રગ ટેસ્ટ માટે સેમ્પલ આપે: કંગના

રણવીર, રણબીર કપૂર, અયાન અને વિકી ડ્રગ ટેસ્ટ માટે સેમ્પલ આપે: કંગના
કંગના રનૌત

કંગનાએ પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને અનેક મોટો ફિલ્મ સ્ટાર્સને ડ્રગ્સ ટેસ્ટ માટે પોતાના બ્લડ સેમ્પલ આપવાની અપીલ કરી.

 • Share this:
  બોલિવૂડની 'ક્વીન' કંગના રનૌત (Kangana Ranaut) પોતાના નિવેદનો માટે જાણીતી છે. સુશાંત સિંહ રાજપૂતની સંદેહાસ્પદ મોત પછી તેમણે બોલિવૂડમાં નેપોટિજ્મ પર ખુલીને વાત કરી હતી. સુશાંતના કેસમાં ડ્રગ્સ એન્ગલ પણ સામે આવ્યું છે તે પછી બોલિવૂડમાં ડ્રગ્સ લેવું સામાન્ય વાત છે તેવા આરોપો પણ લાગ્યા છે.

  બુધવારે કંગના રનૈતે પોતાના આધિકારિક ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને અનેક મોટો ફિલ્મ સ્ટાર્સને ડ્રગ્સ ટેસ્ટ માટે પોતાના બ્લડ સેમ્પલ આપવાની અપીલ કરી. કંગનાએ લખ્યું કે હું રણવીર સિંહ (Ranveer Singh),રણબીર કપૂર (Ranbir Kapoor), અયાન મુખર્જી (Ayan Mukherjee), વિક્કી કૌશિક (Vicky Kaushik)થી ડ્રગ્સ ટેસ્ટ માટે પોતાના લોહીના નમૂના આપવાનો અનુરોધ કરું છું. તેવી અફવા છે કે તે કોકીનનો નશો કરે છે. હું ઇચ્છું છું કે આવી અફવાઓનું ખંડન થાય. જો આ કલાકારોના નમૂનામાં ડ્રગ્સ ના મળે તો તે યુવા એક્ટર અને લાખો લોકોને પ્રેરિત કરી શકે. તેણે આ ટ્વિટમાં પીએમઓને પણ ટેગ કર્યા છે.





  આ પહેલા કંગના રનૌત મંગળવારે કરણ જોહર પર અત્યાર સુધીનો સૌથી મોટો વાર કર્યો છે. ન્યૂઝ ચેનલોમાં નેપોટિજ્મ અને મૂવી માફિયા કિંગ પર પહેલા પણ બોલી ચૂકલી કંગનાએ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું છે કે તેની વિરુદ્ધ એક્શન લેવાની માંગ કરી છે.


  મંગળવારે કંગનાએ વધુ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે કરણ જોહર મૂવી માફિયા મેન કલપ્રિટ છે. તેણે કહ્યું કે હજી સુધી કરણ જોહરની સામે કોઇ પણ એક્શન લેવામાં નથી આવી. જ્યારે બધુ ઠંડું થઇ જશે ત્યારે કરણ જોહરની ફોજ મારી પાછળ આવશે. આટલા બધા લોકોનું કેરિયર બર્બાદ કર્યા પછી પણ મૂવી માફિયાની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નથી થઇ રહી. અમારા માટે કોઇ આશા છે?
  Published by:Chaitali Shukla
  First published:September 02, 2020, 15:33 pm