'ભીખ મે મીલી આઝાદી'ના નિવેદન પર કંગના રનૌતે કહ્યું- જો કોઈ ખોટું સાબિત કરે તો પદ્મશ્રી પરત આપવા તૈયાર

જો કોઈ ખોટું સાબિત કરે તો પદ્મશ્રી પરત આપવા તૈયાર (ફોટો - :kanganaranaut/Instagram)

આજે પહેલીવાર લોકો અંગ્રેજી ન બોલવા અથવા નાના શહેરમાંથી આવતા અથવા મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવવા માટે આપણું અપમાન કરી શકતા નથી, પણ જેઓ ચોર છે તેમને સળગી રહેલું કોઈ બુઝાવી શકતું નથી. જય હિંદ.'

 • Share this:
  કંગના રનૌત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેણે એવું નિવેદન આપ્યું હતું, ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો અને દેશના ઘણા નેતાઓએ તેની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. દેશના ઘણા ભાગોમાં કંગના વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી અને કેટલાક લોકોએ તો તેની પાસેથી પદ્મશ્રી પરત લેવાની માંગ પણ કરી હતી. વર્ષ 1947માં દેશની આઝાદીને 'ભિખ' કહીને વિવાદોમાં ફસાયેલી 'પંગા ગર્લ' કંગના રનૌતે ફરી એકવાર આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. કંગના પદ્મશ્રી એવોર્ડ પરત કરવા તૈયાર છે, પરંતુ આ માટે તેણે એક શરત મૂકી છે.

  કંગના રનૌતે હાલમાં જ એક ટીવી કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'સાવરકર, રાણી લક્ષ્મીબાઈ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જો હું આ લોકોની વાત કરું તો આ લોકો જાણતા હતા કે લોહી વહેશે, પરંતુ એ પણ યાદ રાખો કે, હિન્દુસ્તાનીઓ દ્વારા હિંદુસ્તાનીઓનું લોહી વહેવું ન જોઈએ. તેમણે આઝાદીની કિંમત ચૂકવી, પરંતુ તેમને 1947માં જે મળ્યું તે આઝાદી ન હતી, તે ભીખ હતી અને જે આઝાદી હવે મળી હતી તે 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર આવી ત્યારે, આ વાતથી ભારે હોબાળો થયો હતો.

  કંગના રનૌતે ઈન્સ્ટા સ્ટોરી પર આ ખુલાસો કર્યો છે.


  આ નિવેદન પર કંગનાએ કહ્યું કે, જો તેના શબ્દો ખોટા સાબિત થશે તો તે માફી સાથે પદ્મશ્રી એવોર્ડ પરત કરવા તૈયાર છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, 'આ ઈન્ટરવ્યુમાં તમામ બાબતો સ્પષ્ટપણે કહેવામાં આવી હતી કે, આઝાદી માટેનું પહેલું સંગઠિત યુદ્ધ 1857માં લડવામાં આવ્યું હતું. સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને વીર સાવરકરજીના બલિદાનની સાથે સાથે વાત કરવામાં આવી હતી. હું વર્ષ 1857 વિશે જાણું છું પણ 1947માં કઈ લડાઈ લડાઈ હતી તે વિશે મને બિલકુલ ખ્યાલ નથી. જો કોઈ આ બાબતે મારી માહિતીમાં વધારો કરશે, તો હું મારો પદ્મશ્રી એવોર્ડ પરત કરીને માફી માંગીશ… કૃપા કરીને મને મદદ કરો.'

  કંગનાએ ઈન્સ્ટા સ્ટોરી પર લાંબી પોસ્ટ શેર કરી છે.


  કંગનાએ આગળ લખ્યું, 'મેં રાણી લક્ષ્મીબાઈ જેવા શહીદ પરની ફિચર ફિલ્મમાં કામ કર્યું છે. 1857ના પ્રથમ આઝાદીના યુદ્ધ પર ઘણું સંશોધન કર્યું. રાષ્ટ્રવાદની સાથે જમણેરી પાંખનો ઉદય પણ હતો, પરંતુ તે અચાનક કેવી રીતે ખતમ થઈ ગયો? અને ગાંધીજીએ ભગતસિંહને કેમ મરવા દીધા… શા માટે નેતા બોઝની હત્યા કરવામાં આવી અને તેમને ક્યારેય ગાંધીજીનું સમર્થન મળ્યું નહીં. છેવટે, એક અંગ્રેજ દ્વારા શા માટે વિભાજન રેખા દોરવામાં આવી હતી? આઝાદીની ઉજવણી કરવાને બદલે ભારતીયો એકબીજાને મારી રહ્યા હતા. મને આવા કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ છે જેના માટે મને મદદની જરૂર છે.

  આ પણ વાંચોવરુણ ગાંધીએ કંગના રનૌત પર નિશાન સાધ્યું, તો એક્ટ્રેસે આપ્યો પલટવાર, કહ્યું- 'જા ઔર રો અબ'

  કંગના અહીં જ ન અટકી, તેણે આગળ લખ્યું- 'જ્યાં સુધી 2014માં મળેલી આઝાદીની વાત છે, મેં ખાસ કહ્યું કે ભલે આપણને બતાવવાની આઝાદી હતી, પરંતુ ભારતની ચેતના અને અંતરાત્માને 2014માં આઝાદી મળી. એક મૃત સંસ્કૃતિ જીવંત થઈ અને તેની પાંખો ફેલાવી અને હવે તે જોરથી ગર્જના કરી રહી છે. આજે પહેલીવાર લોકો અંગ્રેજી ન બોલવા અથવા નાના શહેરમાંથી આવતા અથવા મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવવા માટે આપણું અપમાન કરી શકતા નથી. એ મુલાકાતમાં બધું સાફ થઈ ગયું છે, પણ જેઓ ચોર છે તેમને સળગી રહેલું કોઈ બુઝાવી શકતું નથી. જય હિંદ.'
  Published by:kiran mehta
  First published: