કંગનાએ 40 કરોડમાં ખરીદી પોતાના પ્રોડક્શન હાઉસની ઓફિસ, જુઓ Unseen Inside Photos

News18 Gujarati
Updated: May 26, 2020, 3:27 PM IST
કંગનાએ 40 કરોડમાં ખરીદી પોતાના પ્રોડક્શન હાઉસની ઓફિસ, જુઓ Unseen Inside Photos
કંગનાની આલીશાન ઓફિસની પહેલા ક્યારેય ન જોઈ હોય એવી અંદરની તસવીરો સામે આવી છે

કંગનાની આલીશાન ઓફિસની પહેલા ક્યારેય ન જોઈ હોય એવી અંદરની તસવીરો સામે આવી છે

  • Share this:
મુંબઈઃ બોલિવૂડ (Bollywood)ની ક્વીન કંગના રનૌટ (Kangana Ranaut)એ હાલમાં જ પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે. પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કંગનાએ પોતાના જ પરિવારની સાથે મળી કરી છે અને તેનું નામ મણિકર્ણિકા ફિલ્મ્સ (Manikarnika Films) રાખ્યું છે. આ પ્રોડક્શન હાઉસની ઓફિસ કંગનાએ મુંબઈ (Mumbai)ના પૉશ વિસ્તાર પાલી હિલમાં 3 માળની બિલ્ડિંગમાં શરૂ કરી છે. કંગનાએ આ ઓફિસ 48 કરોડમાં ખરીદી છે અને હવે તેની આલીશાન ઓફિસની પહેલા ક્યારેય ન જોઈ હોય એવી અંદરની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં કંગનાની ઓફિસ કોઈ ડ્રીમ વર્કિંગ પ્લેસ જેવી લાગી રહી છે.

પાલી હિલના બંગલા નંબર-5માં શરૂ થયેલી કંગનાની આ ઓફિસની ડિઝાઇનર શબનમ ગુપ્તાએ તૈયાર કરી છે. કંગનાની 48 કરોડ રૂપિયાની આ ઓફિસ પ્લાસ્ટિક ફ્રી હોવા ઉપરાંત ઇકો-ફ્રેન્ડલી છે. કંગનાએ એક મેગેઝીન માટે આ ઓફિસનું ઇનસાઇડ ફોટોશૂટ કરાવ્યું છે. આ શૂટની તસવીરો કંગનાની ટીમે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

આ પણ વાંચો, સલમાન ખાને લૉન્ચ કરી પર્સનલ કેર બ્રાન્ડ FRSH, સેનિટાઇઝર્નસથી કરી શરૂઆત

કંગનાએ આ ઓફિસ યૂરોપિયન થીમ પર બનાવી છે અને પિન્કવિલાના રિપોર્ટ મુજબ કંગનાએ આ ઓફિસના દરેક રૂમની ડિઝાઇનમાં જાતે રસ લીધો છે. કાફેટેરિયાથી લઈને સ્ટાઇલિશ વર્કસ્પેસ સુધી તેની આ ઓફિસ ખરેખર શાનદાર છે.

કંગના રનૌટે ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી સાથે પોતાના ડાયરેક્શનની શરૂઆત કરી હતી અને હવે ફિલ્મના નામ પર તેણે પોતાના પ્રોડક્શન હાઉસની પણ શરૂઆત કરી છે.

આ પણ વાંચો, BSNLનો ખૂબ સસ્તો પ્લાન! 20 રૂપિયાથી ઓછા રિચાર્જ પર ફ્રી કૉલિંગ, 1.8GB ડેટા પણ
First published: May 26, 2020, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading