Home /News /entertainment /

વરુણ ગાંધીએ કંગના રનૌત પર નિશાન સાધ્યું, તો એક્ટ્રેસે આપ્યો પલટવાર, કહ્યું- 'જા ઔર રો અબ'

વરુણ ગાંધીએ કંગના રનૌત પર નિશાન સાધ્યું, તો એક્ટ્રેસે આપ્યો પલટવાર, કહ્યું- 'જા ઔર રો અબ'

કંગના રૌનત અને વરૂણ ગાંધી સોશિયલ મીડિયા પર આમને સામને

સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi)એ કંગના રનૌતના નિવેદનને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, શહીદ મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિતના લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ગણાવ્યું

    કંગના રનૌત (Kangana Ranaut)ને માત્ર 'પંગા ગર્લ' કહેવામાં આવતી નથી. પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહેનારી કંગના ફરી એકવાર સમાચારમાં છે. 'ડંકે કે ચોટ' પર પોતાની વાત કહેનારી કંગનાએ તાજેતરમાં દેશની આઝાદીને લઈને એવું નિવેદન આપ્યું હતું કે, ઘણા લોકોને તેની કોમેન્ટ બિલકુલ પસંદ આવી ન હતી, આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા (Social Media) પર લોકો હવે તેને હવે ખરી ખોટી સંભળાવી રહ્યા છે. સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi)એ કંગના રનૌતના નિવેદનને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, શહીદ મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિતના લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન ગણાવ્યું છે, તો કંગનાએ વરુણ ગાંધીને જન્નાટેદાર જવાબ (Kangana Ranaut reacts on Varun Gandhi tweet) આપ્યો છે.

    વરુણ ગાંધીને કંગના રનૌતનો જવાબ

    વરુણ ગાંધીનું ટ્વીટ જોઈને ગુસ્સે થયેલી કંગના રનૌતે ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢ્યો. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વરુણ ગાંધીના ટ્વિટ સાથે પોતાનો મુદ્દો શેર કરતા તેમણે કહ્યું- 'મેં 1857ના દેશના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે નિષ્ફળ રહ્યો હતો, જેના કારણે અંગ્રેજોના અત્યાચાર અને ક્રૂરતામાં વધુ વધારો થયો હતો. જોકે, લગભગ 100 વર્ષ પછી ગાંધીજીની ભીખ પર આપણને આઝાદી મળી. જા ઔર રો અબ'.

    વરુણ ગાંધીનું ટ્વીટ

    કંગનાના આ નિવેદન બાદ વરુણ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'ક્યારેક મહાત્મા ગાંધીના બલિદાન અને તપસ્યાનું અપમાન, ક્યારેક તેમના હત્યારાનું સન્માન અને હવે શહીદ મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલીદાનનું અપમાન. આ વિચારને હું ગાંડપણ કહું કે દેશદ્રોહ?’ કંગનાએ વરુણના ટ્વીટનો જવાબ આપ્યો છે.

    કંગનાના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે

    કંગના રનૌત એક ટીવી ચેનલના કાર્યક્રમમાં હતી. આ વાતચીત દરમિયાન તેમણે કહ્યું, 'સાવરકર, રાણી લક્ષ્મીબાઈ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આ લોકો વિશે વાત કરું તો આ લોકો જાણતા હતા કે લોહી વહેશે, પરંતુ એ પણ યાદ રાખો કે, હિન્દુસ્તાની-હિંદુસ્તાનીઓનું લોહી ન વહેવું જોઈએ. તેઓએ આઝાદીની કિંમત ચૂકવી, પરંતુ તે આઝાદી ન હતી, તે ભીખ હતી અને જે આઝાદી મળી તે હવે 2014માં મળી છે.

    આ પણ વાંચોશું તમે જોઈ છે Rajinikanthના બંગલાની Inside Photos? જુઓ - રાજ મહેલ જેવું છે ઘર

    કંગના વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ નોંધાઈ

    કંગના રનૌત વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રીતિ મેનનની ફરિયાદનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકીય પક્ષે અભિનેત્રી કંગના રનૌત દ્વારા અપમાનજનક નિવેદનોની નિંદા કરી હતી અને વિનંતી કરી હતી કે, કંગના સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવે. તેણે મુંબઈ પોલીસને એક અરજી આપી છે, જેમાં કંગના રનૌતના રાજદ્રોહ અને ઉશ્કેરણીજનક નિવેદનો બદલ કલમ 504, 505 અને 124A હેઠળ કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Kangna Ranaut, Varun gandhi

    આગામી સમાચાર