Home /News /entertainment /

આ અંદાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી કંગના રનૌત

આ અંદાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી કંગના રનૌત

    ફિલ્મો અને રિલેશનશિપને લઈને કંગના હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે હવે તે પોલિટિક્સના કારણે ચર્ચામાં છે. હાલમાં જ ન્યૂઝ 18ના રાઈઝિંગ ઇન્ડિયા ઈવેન્ટમાં તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં. જેને લઈને તે હાલ ચર્ચામાં છે. કંગનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી. તેની આ તસ્વીર તેની બહેન રંગોલી ચંદેલે ટ્વિટર પર શેર કરી છે.

    રંગોલી આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, 'Proud moment for the whole family!!' પ્રધાનમંત્રી સાથેની મુલાકાત દરમિયાન કંગનાએ સાડી પહેરી હતી. આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ઘણી જ ચર્ચા થઈ રહી છે. જણાવી દયે કે ન્યૂઝ 18ના રાઈઝિંગ ઇન્ડિયા ઈવેન્ટમાં કંગનાએ કહ્યું હતું કે, 'હું મોદીજીની મોટી ફેન છું. હું વધારે પેપર નથી વાંચતી, પણ આ એક સક્સેસ સ્ટોરી છે, કે એક સામાન્ય માણસની મહત્વાકાંક્ષા, એક ચાવાળો આજે દેશનો પ્રધાનમંત્રી છે. આ દેશના લોકતંત્રની જીત છે.'



    ટુંક સમયમાં જ કંગના રનૌત રાની કી ઝાંસીના રોલમાં નજર આવશે. તેમની ફિલ્મ મણિકર્ણિકા રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મથી ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે લક્ષ્મીબાઈની ખાસ સહેલી ઝલકારી બાઈનો અભિનય કરશે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Kangana ranauat, નરેન્દ્ર મોદી, મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन