મુંબઇ પોલીસ (Mumbai Police)એ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની ધરપકડ કરી છે. આ ઘટના પછી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌટ (Kangana Ranaut)એ મહારાષ્ટ્ર સરકાર પર ફરી એકવાર પ્રહાર કર્યો છે. આ મામલે તેણે વીડિયો શેર કરી પોતાના ગુસ્સો વ્યક્ત કર્યો છે. અર્નબના બચાવમાં ઉતરેલી પંગા ગર્લે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Goverment) પર પ્રહાર કરતા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
કંગના રનૌટ (Kangana Ranaut)એ સોશિયલ મીડિયામાં (Social Media) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું કે હું મહારાષ્ટ્ર સરકારને પૂછવા માંગુ છું કે આજે તમે અર્નબ ગોસ્વામીના ઘરે જઇને તેમને માર્યા, તેમના વાળ ખેંચ્યા, તેમની પર હુમલો કર્યો, કેટલા ઘર તોડશો તમે? કેટલા લોકોના ગળા દબાવશો? કેટલાનો અવાજ બંધ કરશો? સોનિયા સેના કેટલાના મોં બંધ કરવાશે? આ મોઢા વધતા જ જશે!
આ મામલે કંગનાએ એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેણે લખ્યું કે - પપ્પુ પ્રોને આટલો ગુસ્સો કેમ આવે છે? પેંગુઇનને આટલો ગુસ્સો કેમ આવે છે? સોનિયા સેનાને આટલો ગુસ્સો કેમ આવે છે? અર્નબ સર, તેમને વાળ ખેંચવા દો, અમારા ખુલીને બોલવા પર હુમલો કરવા દો, ફાંગી લગાવા પહેલા તેમના ચહેરો પર સ્માઇલ આવા દો, આઝાદીની કિંમત ચૂકવવી પડશે.
મહારાષ્ટ્ર સ્થિત મુંબઈમાં પોલીસે રિપબ્લિક ટીવી (Republic TV) ના ઇડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ની ગુરૂવારે ધરપકડ કરી લીધી છે. તેમની પર એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. નોંધનીય છે કે, ટેલીવીઝન પત્રકાર અર્નબ ગોસ્વામી અને બે અન્ય પર આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી, જેના કારણે 53 વર્ષીય આ ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી.
આ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકારે આ કેસની સીઆઇડી દ્વારા ફરીથી તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા. ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકની દીકરી આજ્ઞા નાઇકે તે સમયે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીબાથ પોલીસે બાકી રકમ ન આપી જેના કેસની તપાસ કરી નહોતી જેથી અન્વય અને તેમની માતાને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું હતું.