કંગનાએ ખરીદ્યું પ્રોડક્શન હાઉસ, તો રંગોલીએ કહ્યું "કોઇના લગ્નમાં નથી નાચી તેમ છતાં..."

News18 Gujarati
Updated: January 15, 2020, 4:44 PM IST
કંગનાએ ખરીદ્યું પ્રોડક્શન હાઉસ, તો રંગોલીએ કહ્યું
કંગનાનું પ્રોડક્શન હાઉસ

મુંબઇના પ્રાઇમ લોકેશનમાં પર કંગનાનું આ પ્રોડક્શન હાઉસ છે.

  • Share this:
બોલિવૂડ ક્વીન કંગનાએ (Kangana Ranaut) પોતાના નામ પર વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. બુધવારે કંગનાએ પોતાનું પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ (Manikarnika Films) ની શરૂઆત કરી. પોતાના આ પ્રોડક્શન હાફસ માટે કંગનાએ મુંબઇના પૉશ પાલી હિલ્સ વિસ્તારમમાં 3 માળની બિલ્ડીંગ લીધી છે. આજે કંગનાએ તેમાં પૂજા કરીને પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી. જેની તસવીરો તેની બહેર રંગોલી ચંદેલે સોશિયલ મીડિયા પર શેર કરી. આ તસવીરોમાં કંગના પોતાના ભાઇ અક્ષિત સાથે પૂજા કરતી નજરે પડી. કંગનાની આ ઉપલબ્ધિના વખાણ કરતા તેમની બહેન કહ્યું કે કંગનાએ આ રૂપિયા કોઇના લગ્ન કે એવોર્ડ ફંક્શનમાં નાચીને નથી કમાયા. ના જ કદી ચિંદી બ્રાન્ડ્સનું પ્રમોશન કર્યું છે. તે મૂવી માફિયાથી પણ લડે છે અને તેમ છતાં આજે તેની પાસે કોઇ પણ એક્ટ્રેસ કરતા વધુ પ્રોપર્ટી છે.(તેમના પતિઓની પ્રોપર્ટીને ન ગણતા)

નોંધનીય કંગનાનું આ પ્રોડક્શન હાઉસ પાલી હિલ વિસ્તારમાં છે. આ પ્રોડક્શન હાઉસમાં કંગના વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરશે અને તેના ભાઇ અક્ષિત કાનૂની અને ફાઇનાન્સથી જોડાયેલા કામ દેખશે.
આ પ્રોડક્શન હાઉસની તસવીરો શેયર કરતા રંગોલીએ કહ્યું કે મુંબઇના પ્રાઇમ લોકેશનમાં પર કંગનાનું આ પ્રોડક્શન હાઉસ છે જેનું સપનું કંગનાએ 10 વર્ષ પહેલા દેખ્યું હતું. અને આજે અમે પણ તેને જોઇ રહ્યા છે. લોકો સચ્ચાઇ અને ઇમાનદારીથી પણ બધુ જ મેળવી શકે છે. આ પછી આ લોકો નાનીમોટી બંડલબાજી અને છેતરપીંડી કેમ કરે છે?
વળી કંગનાએ એક વીડિયોમાં આ સ્ટૂડિયાની અંદરની તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે કંગનાએ ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીથી પોતાના ડાયરેક્શનની શરૂઆત કરી હતી. અને હાલમાં જ તેની ફિલ્મ પંગા પણ રીલિઝ થવાની છે. જેનું નિર્દેશન અશ્વીની અય્યર તિવારી કર્યું છે.
First published: January 15, 2020, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading